________________
મહાન ગુરૂના ચરણારવિંદમાં. હમારે માત્ર હમારી પિતાની જ ફરજ બજાવવી જોઈએ; બીજા કોઈની ફરજ હેની રજા સિવાય અને હેને મદદ કરવાના હેતુ સિવાય કદી બજાવવી નહિ. દરેક મનુષ્યને હેની મેળે અને હેની પોતાની રીતે હેનું કામ કરવા દો.
હાં હમારી મદદની જરૂર પડે ત્યહાં તે આપવા તૈયાર રહેજે પણ કદાપિ બીજાના કામમાં માથું મારતા નહિ.
પિતાના જ કામમાં ચિત્ત રાખવું અને બીજાના કામમાં માથું નહિ મારવું ) ” એ પાઠ શિખ ઘણું માણસોને અતિ મુશ્કેલ લાગે છે. પણ એ પાઠ હમારે તે બરાબર શીખવો જ પડશે.
હમે એકાદ ઉચ્ચ કત્ત વ્ય કરવાનું માથે લે, તેથી કાંઈ હમારાં સામાન્ય કર્તવ્ય ભૂલી જવાનો હમને હક્ક મળતો નથી. હાં સુધી તે ન કરવામાં આવે ત્યાં સુધી બીજી ફરજો બજાવવાને હમને સ્વતંત્રતા નથી. હમારે કોઈ પણ નવી સાંસારિક ફરજે માથે લેવી નહિ; પણ જે હમે અત્યારે પહેલાં માથે લીધી હોય તે તે હમારે પૂરીપૂરી રીતે અદા કવી જ જોઈએ. જે ફરજો હમને સ્પષ્ટ રીતે વાજબી અને “ફરજ' રૂપે જ લાગતી હોય તેવી ફરજો (નહિ કે બીજાઓએ હમારે માથે મુકેલી કાલ્પનિક ફરજે) હમારે પૂરેપૂરી અદા કરવી જોઈએ. જે હમારે મહાન ગુરૂના શિષ્ય જ બનવું હોય તે, હમારાં દરરોજનાં સામાન્ય કામો બીજ મનુષ્યો કરતાં પણ વધારે સારી રીતે બજાવી બતા; નહિ કે બીજાઓ કરતાં ખરાબ રીતે. એવાં સામાન્ય કામ પણ હમારે તે મહાન ગુરૂની ખાતર જ કરવાનાં છે.
(૩) પરમતસહિષ્ણુતા –હમારે સર્વ તરફ સંપૂર્ણ સહિષ્ણુતા દાખવવા જોઇએ અને મારા પિતાના ધર્મના જેટલે જ બીજા ધર્મના મનુષ્યની માન્યતાઓમાં પણ હમારે અંતઃકરણપૂર્વક ભાગ લેવો જોઈએ; કારણ કે તેઓનો ધર્મ પણ હમારા ધર્મની માફક ઉચ્ચ પદ મેળવવાનો માર્ગ છે; અને હમે સઘળાને મદદ કરવાને શક્તિમાન થાઓ એટલા માટે સઘળાઓને સ્વભાવ હમારે જાણવું જોઈએ.
પણ આવી ઉચ્ચ પરમસહિષ્ણુતા મેળવવાને માટે હમારે પ્રથમ તો ધર્મધપણાથી અને હેમથી મુક્ત થવું જોઈએ.. હમારે. શિખવું જોઈએ કે ધર્મની બાહ્ય વિધિઓ અથવા બાલ કિયાએ જરૂરી નથી;