________________
- જેનહિતેચ્છુ. છેઃ “ કપટ છે ! કપટ છે!” “હરિ જ હારા નાશ વાતે હને લલચાવે છે; હારા વચનનો ભંગ કર, અને હારો પોતાને નાશ થાય એવી રીતે સત્યને અનુસરતે નહિ.” જો કે આવા શબ્દો હેને કાને પડે છે, છતાં તે જીંદગીના કે રાજ્યના નુકશાન કરતાં સત્ય, કર્તવ્ય અને અંલકારણને વધારે મહત્વનાં ગણે છે, અને જરા પણ ડગ્યાવિના જમીન પર પડી રહે છે. એવામાં હેનાં ગુરૂ આવે છે-જે ગુરૂ કરતાં વધારે પૂજ્ય કોઈ હોઈ શકે નહિ તે ગુરૂ આવે છે; અને હેના વચનને ભંગ કરવા ફરમાવે છે. પણ જ્યારે તે ગુરૂના શબ્દોને પણ કાને ધરત નથી હારે ગુરૂ હે આજ્ઞા નહિ માનવા ખાતર શ્રાપ આપે છે પણ પછી જેણે પૃથ્વી અને આકાશ ભરી દીધાં હતાં તે વિષ્ણુ હાં પ્રકટ થાય છે, અને કેયલ જેવા મીઠા કંઠથી તે શાંતિમાં આ પ્રમાણે અવાજ સંભળાય છે: “સઘળી બાજુએથી હારેલે અને હેરાન થયેલે, મિત્રોએ નિન્દલે, ગુરુએ શ્રાપ આપલે, એ આ બલિ સત્યને તજી દેશે નહિ.” પછી વિષ્ણુ જણાવે છે કે “આ બલિ ભવિષ્યના કલ્પમાં ઇન્દ્ર થશે-દેવોને રાજા થશે; કારણ કે હું સત્યની ઉપાસના છે, ત્યહાં જ સત્તા સેંધી શકાય; તે જ સત્તા જીરવી શકે.
. " આવા દાખલાઓ-અને આના જેવા બીજા અનેક દાખલાઓ– આપણી સંમુખ છતાં “કુંભ્યન્સ' જે એકાદ શબ્દ ન મળે તે તેથી શું થયું? કર્તવ્યની એકનિક, અને કર્તવ્યના નિયમનું જ્ઞાન–આ વિચાર વારંવાર આપણી આંખ આગળ ચળકી આવે છે. અને હિંદુ લોકોનું લક્ષણ જણાવનારો કો એક શબ્દ છે ? તે શબ્દ “ધર્મ છે,–“કર્તવ્ય ” છે.-“સત્યનિષ્ઠા’ છે. આ સહારે આ કર્તવ્યના નિયમની વ્યાખ્યા શી છે? જે કે મૂળતત્વ તે એક છે છતાં આ નિયમ ઉન્નતિક્રમના જૂદા જૂદા પગથિયા અનુસાર બદલાય છે. જેમ ઉન્નતિક્રમ આગળ વધ્યાં કરે છે, તેમ આ નિયમ પણ આગળ વધે છે. જે જંગલીનો ધર્મ છે, તે સુધરેલા અથવા કેળવાયેલા માણસને ધર્મ હોઈ શકે નહિ. જે ગુરૂને ધર્મ તે રાજાને ધર્મ છે શકે નહિ. જે વેપારીનો ધર્મ તે લડવૈયાને ધર્મ હોઈ શકે નહિ. માટે
હારે આપણે ધર્મ–અથવા કર્તવ્યના નિયમ સંબંધી અભ્યાસ કરતા લિઈએ હારે ઉન્નતિક્રમની નિસરણીના કયા પગથિયે આપણે ઉભેલા જામ આપણી આસપાસ આપણા કર્મને લઈને કેવા સંજોગે મળેલા છે,