________________
આધ્યાત્મિક જીવનનો સરવે માર્ગ,
રહ્યો હતો તે કુતરાને આંગળીથી બતાવીને યુધિષ્ઠિરે કહ્યું કે: “આ કુતરાને વાતે મહારું હૃદય દિલસોજીથી બહુ ભરાય છે.” ઇન્ડે કહ્યું “સ્વર્ગમાં કુતરાને વાતે જગ્યા નથી.” હેથી યુધિષ્ઠિરે સ્વર્ગમાં આવવાની ના પાડી અને ઇન્દ્ર જરાક કડક મિજાજ સાથે કહ્યું – “હમે હુમારા ભાઈ ઓને ડેટા જંગલમાં ભરવા દીધા, હમે હેમને મરેલા મૂકીને આવ્યા, હમે દંપદીને પણ મરવા દીધી, અને તેણીનું મુડ૬ હમને આગળ વધવામાં અડચણ રૂપ થયું નહિ. ભાઈઓ અને સ્ત્રીને આ પ્રમાણે હમે પાછળ તજી શકે છે એવા હમે, આ કુતરાને વળગી રહેવાનો દેખાવ કરે છે ? ” યુધિષ્ઠિર કહ્યું “મરણ પામેલા વાતે આપણે કાંઈ કરી શકીએ નહિ; હું મારા ભાઈ કે મારી સ્ત્રીને મદ કરી શક્યો નહિ; પણ આ તે જીવતું પ્રાણી છે, તે મરેલું નથી. બ્રાહ્મણને મારવામાં જેટલું પાપ છે, બ્રાહ્મણના ધનમાલને નુકશાન કરવામાં જેટલું પાપ તેટલું જ પાપ ૯મારો આશય શોધનાર એક નિરાધારનો ત્યાગ કરવામાં છે. હું એક સ્વર્ગમાં જવા માગતા નથી. અને જયારે તે ઇન્દ્રની દલીલથી, અને દેવની યુક્તિઓથી યુધિષ્ટિર ડ નથી, ત્યારે તે કુતરો અદ્રશ્ય થયો અને ધર્મની મૂર્તિ હેની જગ્યાએ ખડી ગઈ, અને સ્વર્ગમાં આવવાને હેને આજ્ઞા કરી. ઇન્દ્રની આજ્ઞા કરતાં પણ તે રાજાનું અંત:કરણ વધારે મજબુત હતું. અમરાણાના લેભથી પણ તે રાજા ધર્મથી ચુત થયો નહિ, તેમજ તેના અંત:કરણે બતાવેલા ધર્મના માર્ગની બાબતમાં તે દેવની મધુર વાણીથી પણ અંધ બન્યો નહિ.
મહારી સાથે ઉન્નતિક્રમમાં ભૂતકાળમાં ચાલે; અને દેત્યાનો રાજા બલિ પરમાત્માને યજ્ઞ પણ કરતો હતો તે પ્રસંગનું ચિત્ર જુઓ. તે વખતે બેડોળ આકૃતિવાળો વામન આવે છે, અને તે બલિરાજા પાસે વરદાન માગે છે. “ હે રાજન ! યજ્ઞ ની દક્ષિણની તરીકે ત્રણ પગલાં ભરાય તેટલી પૃપી આપો.” તે વામનના ત્રણ ટુંકા પગલાંથી મપાય તેટલી પૃી માગવી એ ખરેખર નજીવી હતી. તે દક્ષિણની માગણું કબુલ રાખવામાં આવે છે; અને જુઓ ! પહેલું જ પગલું આખી પૃથ્વીને ઢાંકી દે છે; બીજું પગલું આકાશને ભરી દે છે. હવે ત્રીજું પગલું કઠાં મુકવું? પૃથ્વી અને આકાશ તે ઢંકાઈ ગયાં; હવે બાકી શું રહ્યું ?
તે ભક્ત પિતાની છાતી ઉપર ત્રીજું પગલું મૂકવામાં આવે તે માટે જમીનપર સૂઈ જાય છે અને ચારે બાજુએથી ઠપકાના શબ્દો સંભળાય