________________
મન ઇંદ્રિયથી દૂર
મનને પ્રથમ બહાર જતું અટકાવવાને સરસ ઉપાય.
બેલવાનું બંધ કરી અટલે જૌનપણે રહેવાનો નિર્ણય કરી, પ્રદ્યાસને બેસી હાથ ખોળામાં ચત્તા રાખી બે ઘડીવાર કે એક પ્રહર કે સાઠ ઘડી એકાંતમાં નિશ્ચિત બેસવું. - ત્યાર બાદ એક એક ઇંદ્રિયનાં કાર બંધ કરવાં એટલે મન ઇદિયથી દૂર થઈ જશે, એટલે કે અંદર આવશે. પ્રથમ તે કોઈપણ પદાર્થને–પિતાના આંગપર એક બે લુગડાં હોય તે સિવાયના કોઈ પણ પદાર્થને અડવું નહીં એટલે સ્પશેન્દ્રિયદ્વાર બંધ થશે. ટાઢ તડકો ન લાગે માટે જાડાં પાતળાં લૂગડાં, તે વખતે જો ન રહેવાતું હોય તે, રાખવાં પણ ખરાં. પરંતુ પવન કે ગરમી કે ટાઢ હેને સ્પર્શ પિતાને થવા ન દે. આમ બાહ્ય સ્પર્શદ્રિયને બંધ કરતાં મને સ્પર્શેન્દ્રિયથી અસ્પર્શ જૂ માલમ પડશે. પછી હમારા ધ્યાનકાળમાં સ્પર્શેન્દ્રિયના તમામ વિષયો એટલે, જે જે અડે હેને વિચાર તે બે ઘડી સુધીમાં દૂર કરો. એટલે કે પહેલાં સ્પેન્દ્રિય પદાર્થો બાહ્યથી દૂર કરો અને અંદર સ્પેન્દ્રિયગત વિચારો આવે તે વિચારોને આ બે ઘડી સુધી કહે કે “અમારે હાલ સ્પર્શ કરવાનું કામ નથી, માટે આ વિચારો! હમે આ મહારો ધ્યાનકાળ પછી આવજો”; અને આવે તો આ બે ઘડી સુધી તે બહાર જવાનું કહેવું. જે ન જાય તે વારંવાર હડસેલવા કે થોડીવાર નરમ થઈ બહાર બેસશે. આ પ્રમાણે સ્પર્શન્દ્રિય બહારથી બંધ થઈ એટલે સ્પર્શેન્દ્રિયના વિધેયો બહારથી છોડી દીધા એટલે માત્ર કાવ્યત્યાગ થયો. એટલામાં તે મન પણેભાગે ત્રણ ચતુર્કીશ રાગષ વગરનું થશે. અને મનમાં પણ સ્પશેન્દ્રિયના વિષયો પદાર્થો ન આવવા દેતાં મન ઉત્તરોત્તર રાગદષને એટલું છોડતું જશે કે આખા જગતના સ્પર્શેન્દ્રિયના પદાર્થો હમારી નજરે પડવા લાગશે. અને બહાર સ્પર્શેન્દ્રિયથી જોતા હતા તે અંદરથી જોતાં કરડે, કે અબજથી પણ વધારે સ્પર્શેન્દ્રિયના વિષયે હમારી સમઠા રજુ થવા લાગશે; પરંતુ જેમ કાન બંધ કર્યો કે સાંભળવું જાય, તેમ સ્પર્શેન્દ્રિયના વિષયને પણ કહે કે “આધ્યાનકાળ સુધી હમે જેટતા નથી; માટે જાઓ, ઓ.” એમ કરી દૂર કરવાને તે અવશ્ય દૂર થશેજ. હઠ ન કરવી; પરંતુ ક્રિયામાં પાંચ સાતવાર મૂકવું; તેથી આ પ્રયોગની સત્યતા જણાઈ આવી કઈ અલેકિક શાંતિ સાથે આનંદ જણાશે.
+ ગમે તે પ્રકારે બાહ્ય અને અંદરથી ઇન્દ્રિોને બંધ કરવી..