________________
કેવી સુંદર આંખો!
કેવી સુંદર આંખે!
રાજનગરમાં સામતી નદીના સામા કિનારા તરફ એક યુવતી . ચાલી જાય છે. તેના દેખાવ ઉપરથી તેનું વય માત્ર ૨૨ વર્ષનું લાગે છે. તેને બાધ નાજુક છે અને તેના મહેપર શાંતિ, દયા, પ્રેમ અને મેગની રેખાઓ સ્પષ્ટ જણુઈ આવે છે. તેના શરીર પરનાં વસ્ત્રો ઘણું જ સાદા છે. તે આગળ અને આગળ એકાંત શોધતી ચાલી જાય છે. તે
આજે જ બહારગામથી આવેલા કોઈ સાધુ, નદીના પૂલની બીજી બાજુના કિનારા ઉપરના એક ભવ્ય મકાનમાં ઉતર્યા છે. તેમનું વય સુમારે ત્રીસ વર્ષનું છે. તેમનાં ભિક્ષક તરીકેનાં કપડાંમાંથી પણ તેમને ભપકો , અને છેલબટાક જેવી છટા ડોકીઆ કર્યા સિવાય કંપી શકતી નહોતી! તેમની આંખો વિષયી માણસની પેઠે લાલચળ રહેતી અને તેમની એક નજર માત્ર કેઈ નાની બાળાને ભડકાવવાને પૂરતી હતી. કોણ જાણે આ સાધુના ઝપાટામાં નિર્દોષ કન્યાઓની કેટલીએ સંખ્યા આવી ગઈ હશે ! આ સાધુજી દેખાવે કાળા, બાંધે મજબુત, નીચી ગરદનના અને આંખે ચશ્મા પહેરતા હતા; જે કે (Shortshig) ટુંકી દષ્ટિનો રોગ તેમને લાગુ પડેલે હેય તેમ લાગતું નહિ, છતાં ઘણાખરા સાધુઓ શોખને ખાતર આવા ચશ્મા પહેરતા હોવાથી આ મહાભા (!) એ લાભ ગુમાવવા ખુશી નહેતા ! આ મહાત્માનું નામ વિઘયાનંદ હતું. સાંજના સુમારે પાંચેક વાગ્યાનો સમય હતો, કે જ્યારે આપણી વાતની નાયિકા નદીની બીજી બાજુએ એકાંત શોધતી ચાલી જતી હતી. તે જ વખતે વિયાનંદ પણ વડીનીતિ (Privy) સારૂ આગળ અને આગળ એકાંત શોધતા ચાલ્યા જતા હતા, કારણ કે એ જાણીતી વાત છે કે મુનિવર્ગ ઝાડો પેસાબ અને આહાર આદિ ક્રિયાઓ એકાંતમાં જ કરે છે.
છેવટે, તે યુવતી એક વૃક્ષ નીચે પોતે ધ્યાન ધરવા સારૂબેસવાને વિચાર કરે છે અને આગળ પાછળ કોઈ ન આવતું હોય અને પિતાને કોઈ પણ પ્રકારને ઉપદ્રવ ન થાય અને શાંતિથી ધ્યાન ધરાય તે માટે તપાસ કરે છે અને સામી જ આ મૂર્તિને જુએ છે! જુએ છે અને ચમકે છે! સતીને એકાંતની જરૂર હતી તેમ આ મૂર્તિને પણ એકાંતની જરૂર હતી. હરિ..