SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેહિતેચ્છુ કાન પકડી ખરો મનાવે એ તે પશુબુદ્ધિ જ છે. સત્યને માટે જે માણસ પિતાનો પ્રાણ આપવા તૈયાર હોય તેને ઘટે છે કે તેણે એ જ સત્ય સમજવામાં અન્ય બતાવેલી પિતાની ખામી પણ સહન કરવી. ને બતાવનારને પ્રેમપૂર્વક આદર આપ, એ જ ખરૂં પ્રાણપણ છે, ખરી સત્યભક્તિ છે. જે સત્યશોધક છે હેને કઈ સાથે તકરાર થવાનો સંભવ જ નથી; તે તે જાણે જ છે કે માણસ સર્વદા ભૂલને પાત્ર છે, સત્ય સર્વ સંતાતું ફરે છે, માટે ગમે તે સ્થલેથી ગમે તે દ્વારા પણ સત્ય શોધવામાં બાધ નથી--બાબાવાક્ય પ્રમાણ’ નથી. જેઓ પારકાના વિચારે દોરાઈ કામ કરે છે તે પૂછશે કે અમે એટલે વખત કહાંથી લાવીએ કે બધી વાત જાતે નક્કી કરીને જ માનીએ; પણ અમારું કહેવું એવું છે જ નહિ. એમ હોય તે તે ઇતિહાસને ઉપયોગ જ રહે નહિ, પણ એમ નથી. સપ્રમાણ સત્ય વાક્યને ખુશીથી માનવું અને હેને સ્વીકારી તે પ્રમાણે ચાલવું. અમારો જે અનાદર છે તે આવી રીતે ચાલનારના ઉપર નથી; પણ એવી જ રીતે ચાલે, બધા હું કહું હેને જ હાજી હા કહે એમ મનાવવા તૈયાર થયેલા પંડિતે, સાયન્ટિસ્ટ તથા આચાર્યો ઉપર છે. અમે તે અજ્ઞાનમય છીએ, કેમકે જ્ઞાન કેવડું હશે તે એમ સમજવાનું ડોળ રાખતા નથી; પણ જેઓ જ્ઞાનને ગળે બધી બેઠા છે કે આટલું જ જ્ઞાન ને બીજું નહિ, હેમના અમે લેશપણ ભક્ત નથી, બલકે દુશ્મન છીએ. મનુષ્ય માત્રને પણ એ જ નીતિ ગ્રહણ કરવાની ભલામણ કરીએ છીએ. મહા પંડીત સેક્રેટિસની પંડિતાઈ હું જાણતો નથી એટલામાં જ હતી; ઉપનિષદોનું બ્રહ્મ પણ વિરામવિના ન જાણનારે જાણેલું છે; સત્યને સીમા નથી; માટે સત્ય ભકિત રાખી સર્વ ઉપર સમાન દષ્ટિ રાખો, તથા સર્વમાંથી સત્ય ગ્રહણ કરે એજ તાત્પર્ય છે. માતાધ ન થાઓ. સ્વ, છે મણિલાલ નભુભાઈ ત્રિવેદી, –બહિરાત્મામાંથી અંતરા મા થયા પછી પરમાત્મપણું પ્રાપ્ત થયું જોઇએ. દૂધ ને પાછું જૂદાં છે તેમ સહુના આશ્રયે-પ્રતીતિએ-દેહ અને આભા જુદા છે એમ ભાન થાય.-અંતમાં પિતાના આત્માનુભવરૂપે, જે દૂધ ને પાણી જુદાં થાય તેમ દેહ અને આત્મા જાવા લાગે ત્યારે પરમાત્મા પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે-સતત નિરંતર ધ્યાન છેઆભા જેને સ્વપ્નમાં પણ જો જ ભાસે—કોઈ વખત જેને આત્માની ભાનિ થાય જ નહિ–તેને જ પરમાત્મપર્ણ થાય,
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy