________________
૨૦
જેનહિતેચ્છુ. હેમાં પણ આટલું બરાબર યાદ રાખજો કે કોઈ પણ કારણસર હમારે ત્રીજા મનુષ્ય પાસે જઈને હેની નિદા તે ન જ કરવા. કારણ કે તેમ કરવું એ તે ઘણું જ દુષ્ટ કામ છે. જે હમે કોઈ બાળક તરફ અથવા પશુ તરર ઘાતકીપણું ગુજરાતું જુઓ તે વચ્ચમાં પડવાનો મારો ધર્મ છે. જે હમે કોઈ પણું મનુષ્યને દેશના કાયદાનો ભંગ કરતો જેવા પામો તે હમારે સત્તાધારી પુરૂષોને તેની ખબર આપી જોઈએ. જે હમારા હાથ નીચે કઈ મનુષ્યને શિખવા માટે મૂકવામાં આવ્યો હોય, તે મીઠાશથી ના દેષ બતાવવા એ હમા કર્તવ્ય છે. આવી બાબતો સિવાય હમારે હમારા કામમાં જ ધ્યાન આપવું અને મન ભજવાનો સદ્ગુણ ખીલવો.
તૃતીય યોગ્યતા. મહાન ગુરૂના ચરણારવિંદમાં પહોંચવાને જે ચાર યોગ્યતાઓ સંપાદન કરવી જરૂરી છે તે ચારમાંની ત્રીજીનું નામ સદતન અથવા શુદ્ધ ચારેય એવું છે. ચારિત્રની બાબતમાં છ સદગુણો ખીલવવા જરૂરી છે, જેમનાં નામ* મહાન ગુએ આ પ્રમાણે આપ્યાં છે –
૧. માનસિક આત્મસંયમ. ૨. કાલીક આત્મસંયમ.
૩. પરમત સહિષ્ણુતા. , ૪. ખુશમીજાજ.
૫. એકાગ્રતા.
૬. શ્રદ્ધા. ( આ વાત મહારા જાણવા બહાર નથી કે અગાઉ કહેલી ચાર રોગ્યતાઓને કેટલાકે જુદાં નામથી ઓળખાવે છે તેમ આ છ સગુણેને પણ કેટલાક જૂદ નામો આપે છેપરંતુ મહને તે મહાન ગુરૂએ આ બધું સમજાવતી વખતે જે નામે કહેલાં તે જ નામે હું અહીં વાપરું છું,)
(૧) મન સંબંધી આત્મસંયમ–વૈરાગ્યને ગુણ આપણને શિખવે છે કે “ વાસના શરીર ” ને કાબુમાં રાખવું જોઈએ. આ ગુણ આપને
* આ ને અંગ્રેજીમાં Self-control as to the mind, Self-control in Action, Tolerance, Cheerfulness, Onepointedness, Confidence એવાં નામ અનુક્રમે અપાયેલાં છે.