________________
૧૯ *
મહાન ગુરૂના ચરણારવિંદમાં. બુ બોલતાં પહેલાં આટલો વિચાર – બરાબર કાળજીપૂર્વક કરજો કે “ જે બેલવા ઈચ્છું છું હેમાં સત્યતા, પ્રિયતા અને સાહાયકારીપણાના ગુગો છે ? ” જે તે ત્રણ તત્વ ન હોય તો મુદલ બોલતા જ નહિ.
બેલતાં પહેલાં કાળજીપૂર્વક વિચાર કરવાની ટેવ અત્યારથીજ પાડવી એ ઘણું સારું છે, કારણ કે ચ્યારે હમે “દીક્ષા'ની દશાએ પહોંચશે હારે તમારે દરેક શબ્દ ઉપર ચોકી રાખવી પડશે, નહિ તે કદાપિ ન કહેવા જેવી વાત હમારાથી બોલાઈ જશે. સામાન્ય રીતે જે વાતચીત કરવામાં આવે છે. હેમાંની ઘણીખરી તો નકામી જ અને મૂર્ખાઇભરેલી હોય છે અને વળી જે એ વાતચીત પરનિંદાની ગપસપ હોય છે ત્યારે તો ત્રિ - ખંભરેલી જ નહિ પણ દુષ્ટતાભરેલી હોય છે. માટે વાત કહેવા કરતાં વાત સાંભળવાની ટેવ પાડે. હાં સુધી મારો અભિપ્રાય -પીધી રીતે પૂછવામાં ન આવે ત્યાં સુધી અભિપ્રાય રજુ કરતા જ નહિ. મુસના ગુણોની એક વ્યાખ્યા પ્રમાણે છેઃ જાણવું, હિંમત ધરવી, ઢ સંકલ્પ કરવો અને મૌન રહેવું. આ ચારમાં છેલ્લે ગુણ સૌથી વધારે કઠીન છે.
બીજી પણ એક ઈછા કે જે ઘણું સામાન્ય જોવામાં આવે છે અને જેને હમારે સંખ્તાઈથી દાબી દેવી જોઈએ છે તે, બીજાઓના કામ માં માથું મારવાની ઇચ્છા છે. બીજે મનુષ્ય શું કરે છે, શું કહે છે અથવા શું માને છે હેની સાથે હમારે કશો સંબંધ નથી; અને તે વિષે છેક તટસ્થ રહેતાં હમારે શિખવું જોઈએ. ઋાં સુધી તે માણસ બીજા મનુષ્યની વચ્ચમાં ન બાવે ત્યહાં સુધી સ્વતંત્ર વિચાર કરવાને, સ્વતંત્ર શબ્દો બોલવાને અને સ્વતંત્ર કાર્ય કરવાને હેને સંપૂર્ણ હક્ક છે. “મહને જે ભોગ લાગે તે કરવાની મહને સ્વતંત્રતા છે” એવો હક હમે પોતે જ માગો છો, તો પછી હમારે બીજાને પણ તેટલી જ સ્વતંત્રતા મેળવવા દેવી જોઈએ; અને હારે તે બીજે સખસ તે સ્વતંત્રતાનો ઉપભોગ કરતે હેય હારે હેને વિષે વાત કરવાનો હમને કશો હક નથી. જે હમને એમ લાગતું હોય કે તે ખોટું કરે છે, અને જે હમે સભ્યતાથી અને ખાનગી રીતે મારા વિચારો હેને દર્શાવવાનો પ્રસંગ લઈ શકો તે હમે હેને સમજાવી શકો એવો સંભવ રહે છે. પણ ઘણાએક બાબતોમાં તે આમ કહું તે પણ અયોગ્ય રીતે માથું મારવા બરાબર છે.
* દીક્ષા-Initiation-શિષ્ય તરીકે સ્વીકાર થવો તે.