________________
સાધન ચાતુ, ઈદ્રિ બે પ્રકારની છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. તે ઉભયને પિતપોતાના સ્થાનમાં નિયમી રાખવી તે “દમ” આ પ્રકારે શમ અને દમ સિદ્ધ થાય એટલે “ ઉપરમ” એની મેળે ફલે છે. આ ઉપરમ એનો શબ્દાર્થ તે એટલો જ છે કે શાતિ; અર્થાત બાહ્ય આલંબન માત્ર તજીને આંતર આલંબન ઉપર વૃત્તિ માત્રને લગાડવી, અતમુખ કરી નાખવી, તે ઉપરમી:બાહ્ય જગતમાં આસક્તિનાં અનેક કારણ વિદ્યમાન છે. સમૃદ્ધિ, આધકાર, પુત્ર, દારા, પરિવાર, કીર્તિ, ઇત્યાદિ; તેમજ અમુક ધર્મ, અમુક જાતિ, અમુક દેશ ઇત્યાદિનું પણ અભિમાન પ્રાણિ માત્રને હોય છે. એ બધાં બાહ્ય આલંબન કહેવાય,–વૃત્તિની બાહ્ય આસક્તિનાં સ્થાન કહેવાય. તે સર્વ ઉપરથી વૃત્તિને ઉઠાડી લેઈ કેવલ અંતમુખ કરવી, વૃત્તિમાત્રને અભાસક જે આત્મા હેના ઉપર સ્થિર કરવી, તે ઉપરમ. આવો તે ઉપરમ સિદ્ધ થાય એટલે “તિતિક્ષા’ સ્વભાવિક રીતે જ આવે. તે આત્માનાત્મ ઓળખી વૃત્તિઓને અંતમુખ જેણે કરી છે શરીરે થતાં સુખ દુઃખ કે મનમાં થતાં કલેષાદિ હેનાથી પરિતાપ થવાનો સંભવ નથી. વિશ્વવ્યવસ્થાના સર્વસાધારણ સ્વરૂપમાં ચિત્તવૃત્તિઓ કરીને ભેદવિસ્તારમાં દેષ ઉદ્ભવે છે. એટલે જે માનસિક ઉપાધજન્ય કલેષાદિ, તે ચિત્તવૃત્તિ અંતમુખ થઈ અમેદ સમજે તે પછી રહેતાંજ નથી; પણ જે આધિભૌતિક અને આદિદેવિક છે હેની પણ એ દઢ ઉપરવાળો મુમુક્ષ ઉપેક્ષા જ કરે છે; ઉપેક્ષા કરે છે એટલું જ નહિ પણ તે તે દુ:ખાદિના પરિહાર માટે પ્રયાસ પણ આદરતા નથી. આવું જે ચિંતાવિષાદ રહિત, અને પ્રતિકારના પ્રયત્ન વિનાનું, સર્વ દુઃખનું સહન તે તિતિક્ષા.” આટલે સુધી આવ્યા પછી “સાધકનામાં “શ્રદ્ધા” સિદ્ધ થવી જોઈએ. એ પછી, શ્રદ્ધા વિના સિદ્ધ થતું નથી; આપણને પગવતે ચાલવાની સહજ શક્તિ છે હેમાં પણ જો અશ્રદ્ધા થઈ જાય તે ચાલવું કઠિન પડે. એવો શ્રદ્ધાનો બહુ પ્રતાપ છે. હારે જે સાધક છે હેને પ્રથમ તે પોતાના સામર્થ્યમાં શ્રદ્ધા જોઈએ. પોતે જે માર્ગ ગ્રહણ કર્યો છે હેમાં સિદ્ધિ પ્રાપ્ત થશે જ-ગમે તેવા વિદ્યથી પણ પાછા હઠનાર નથી, એવી દૃઢ શ્રદ્ધા પિતાના સામર્થ્ય ઉપર જોઈએ. ગુરૂકૃપા, ઇશ્વરકૃપા, એથી જ સર્વ થશે એમ હોવા કરતાં પિતાના આત્માના ઉપર આવી શ્રદ્ધા હોય તે . વધારે ઉપયુક્ત છે. એ શ્રદ્ધાની સાથે જ પિતે જે સિદ્ધાન્ત માન્ય કર્યો છે તે સિદ્ધાન્ત જણાવનારાં શાસ્ત્ર ઉપર પણ તેવીજ શ્રદ્ધા જોઈએ.