________________
જેનહિતેચ્છ
શમા પટ્સપત્તિ. શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન એ, શમ છે આદિ જેમાં એવાં ષ સાધન જાણવાં. વિવેક અને વિરાગનું રહસ્ય એમ નીકળે છે કે આત્મ ભાવ સમજી સર્વાત્મ ભાવ પામવે; પરંતુ એમાં અલ્પજ્ઞને એમ ભાસે કે અંતઃકરણને એક સ્થાને કરવા ન દેતાં સર્વત્ર રાખવાથી વિરાગ અને વિવેક સિદ્ધ થશે, તે તે કેવલ ભ્રમાત્મક જ્ઞાન છે, એમ બતાવવા આ છે સાધન ઉમેરેલાં છે. વિવેક વિરાગ એ સમાદિની અપેક્ષાએ, બહિરંગ સાધન છે; હેમની અપેક્ષા એ સમાદિ અંતરગ સાધન છે. એટલે કે સમાદિ છે તે કેવલ અંતઃકરણથી જ સામે છે અને વિવેકાદિને પુષ્ટ કરે છે; વિવેકાદિ અંતઃકરણથી તેમ બાહ્યકરણથી સાધ્ય છે અને સમાદિમાં ઉપયોગી થાય છે. વિવેક વૈરાગ્ય સિદ્ધ છતાં આત્માનંદના અનુભવને સારૂ તે સમાદિની અપેક્ષા છે; તે ન હોય તે સાધક વિહલ, અનિશ્ચિત, શંકાગ્રસ્ત થઈ રહે. સમાદિ થકી અંતરની વૃત્તિઓ કરે છે. ડહોળાયેલું જળ કરવા માંડતાં જેમ મલ માત્ર તલ ઉપર વળગે છે, ને જલ કેવલ થિર અને સ્વચ્છ થઈ પારદર્શક થાય છે, અને વરતુ માત્રના બિંબને સ્પષ્ટ રીતે ગ્રહે છે; તેમ અંતઃકરણ પણ સમાદિથી હરતાં, રાગાદિ મલથી વિશુદ્ધ થઈ સમય આત્મભાવનું બિંબ યથાર્થ ગ્રહી તન્મય થાય છે. એ જ જ્ઞાનમાર્ગ છે; કરવામાંથી આનંદ આવે છે, રહારે સમાદિનું સ્વરૂપ કહીએ.
સમાદિ સંપત્તિનો હેતુ ઉક્ત રીતિને છે. હેમાં શમ એટલે વિષયસમુહથી વિરાગ પામી, હેમાં દોષદષ્ટિ ગ્રહી, સ્વલક્ષ્ય ઉપર મનની જે સ્થિતિ છે. જેને વિવેક થયો છે, આત્માનાન્ય જ્ઞાન સ્પષ્ટ સમજાયું છે, તેવા પુરૂષને અનાત્મ વસ્તુનું દેવદર્શન સ્વતઃ જ થાય છે. અને હેને વિરાગ દઢ થવામાં કઈ વિક્ષેપ રહેતું નથી. એ પ્રકારે વિરાગ સિદ્ધ થયા પછી સ્વતઃ જ શમને ઉદય થાય છે. વિરાગ થયા પછી, વૃત્તિઓ જે જે વસ્તુ પદાર્થાધિ પ્રતિ વહન કરે છે હેમાં દોષદર્શન થાય છે, એટલે વૃત્તિ હાંથી પાછી વળી સમય એકરસ જે પરમ લક્ષ્ય બ્રહ્મ હેમાં જ વિરામ પામે છે. આ પ્રકારે વૃત્તિમાત્રને બાહ્ય વિષયથી વ્યાવૃત્ત કરી સર્વના અધિષ્ઠાનમાં સ્થાપવી તે “શમ” કહેવાય. એ રીતે વૃત્તિઓ હારે બાહ્ય વ્યાવૃત્ત થવા માંડે ત્યહારે ઇંદિયે પણ વ્યાપાર કરતી અટકે ઇન્દ્રિયોને વ્યાપારથી અટકાવી પોતપોતાના સ્થાનમાં જ નિયમવી તે “દમ” કહેવાય.