________________
સાધન ચતુષ્ટયે, વિશગ સ્વત:સિદ્ધ સ્થિર થવા માંડે છે. એક સ્થાનાદિ પરવે નિયત
છે “ગ” તે મટીને સભયતા રહે એજ વિરાગનું સૂક્ષ્મ તત્વ છે. ઘર તજવું, કે અમુક આહારાદિ તજવાં, અમુક સંસર્ગ તજવાં, એ આદિ જે વિરાગને નામે ચાલે છે તે વિરાગના મૂલાક્ષર ભણવા માટેની યુકિતએ છે; પરંતુ તેમ કરતાં કરતાં જે પ્રેમ માત્રજ હૃદયમાંથી સુઈ જાય તે તે વિરાગ કશા કામને નહિ –એ વિરાગી તો હદયશન્ય મહારાક્ષસ થઈ રહે. પરંતુ વ્યક્તિને રાગ તજતાં તજતાં સર્વમય રાગ (પ્રેમ) અનુભવાય, ભેદ તૂટે, અભેદ થાય, તે વિરાગ સિદ્ધ થય ગણાય. એવા વિરાગી બ્રહ્મ લેકથી તે તણ પર્વતની પણ પૃહા ન રાખે એ અર્થાત સિદ્ધ છે. સંન્યાસના લિંગ વેષાદિથી વિરાગ થયે ભાનો એ ભૂલ છે, એમ સ્પષ્ટ સમજાવું હવે કઠિન નથી. ગમે તેવી સ્થિતિમાં, ગમે તે આશ્રમમાં, કોઈ પણ સંસ્કારી છવ, વિરાગી હોઈ શકે છે. ભાસમાન પ્રવૃત્તિ તેવા વિરાગીને બાધકર્તા નથી. ભગવદ્ ગીતામાં સંન્યાસ હેને જ કહ્યો છે કે જે કામ કર્મના ત્યાગ રૂ૫ છે. અમુક મહારે છે, અમુક કરવું છે,
એવી કામનાપૂર્વક જે કાર્ય થાય તે બાધકર્તા છે, પણ તેવી વાસના વિના જે પ્રાતાપ્રાપ્ત નિર્વાહરૂપ પ્રવૃત્તિ છે, જેનાથી અંતરના નિશ્ચયમાં જ નથી, તે સર્વથા સંન્યાસરૂપ જ છે. એજ ગૂઢ શાસ્ત્રમાં મર્મ કહ્યો છે કે સર્વે પ્રકૃતિના ગુણે કરીને અવશ હેય તેમ કામમાં પરેવાય છે;” અર્થાત બુદ્ધિપૂર્વક કર્મત્યાગ એ વિરાગ તે અશક્ય જ છે; અમુક વિશિષ્ટ રાગને ત્યાગરૂપ વિરાગ શક્ય છે, અને ઇષ્ટ છે. વિરાગના પણ ઘણા ભેદ માનવામાં આવે છે. મંદ, મૂદુ, તીવ્ર વિરાગની વાર્તા સર્વે સમજે છે, જાણે છે, કરે છે, પણ તેથી આગળ કેટલાક કશું કરી શકતા નથી, એ “મંદ વિરાગ' વાળા છે. જે વાત કરે છે, સમજે છે, અને માયાએ ઉપજાવેલાં ભેદમય બંધનમાં માનેલી પિતાની અનુકૂળતાને વિક્ષેપ ન થાય ત્યહાં સુધી વિરાગ માર્ગે અનુસરે છે, તે “મૃદુ વિરાગ” વાળા છે. પણ હેમના મનમાં, દારૂના ઢગમાં અગ્નિકણ પડવાથી બધું ભસ્મ થાય છે, તેમ વિરાગ જ્ઞાનને નિશ્ચય પ્રકટતાં ભેદ માત્ર મિથ્યા થઈ જાય છે, તે તીવ્રવિરાગી' છે; જેમ દારૂની ભસ્મમાંથી ફરી દારૂ થતું નથી તેમ વિરાગાનુભવથી ટાળેલા ભેદ ભાવને હેમના મનમાં પુનઃ ઉદય થત નથી. હેમનાં હૃદય વિવેક વિરાગને સમજી પણ શકતાં નથી તે તે પામર છે.