________________
જનહિતેચ્છ માસિક પત્ર.
પુસ્તક ૧૩ મું]
સપ્ટેમ્બર
[ અંક ૯ એ.
કેઈ પણ જાતની દવા સિવાય
માત્ર ભાવના-બળથી જ દરદો અને દુ:ખ મટાડવાની વિદ્યા.
જ્ઞાન એ જ શક્તિ છે.
મે માસના અંકમાં આપણે આ મહાન વિષયની પ્રસ્તાવના કરી ગયા હતા. આજે આગળ વધવાની ઇચ્છાથી સઘળા વિર્યના અર્થાત. શક્તિના ખજાનારૂપ શ્રી મહાવીરને સ્મરીશું. કેવી આશ્ચર્યની વાત છે કે સઘળી શક્તિના ખજાના રૂપ પ્રભુના ભક્તો આપણે, દુઃખ અને અશક્તિની નિરંતર ફર્યાદ કર્યા કરીએ છીએ, મીઠ્ઠા મેરામણ વચ્ચે એડીએ મહેલ બાંધીને રહેનાર માણસ “તષાથી જીવ જાય છે એવી બૂમ પાડે એ શું આશ્ચર્યની વાત નથી? ચક્રવર્તીના અનુચરે ચેરના ત્રાસથી રડે એ શું આશ્ચર્યની વાત નથી? દાનેશ્રીનાં બાળકો રોટલીના ટુકડા વગર ભૂખે મરે એ શું આશ્ચર્યની વાત નથી ? અને અનંત-અંતવગરના-મર્યાદા વગરના વિર્ય એટલે શક્તિના સમુદ્રરૂપ મહાવીરપિતાના પુત્ર શારીરિક અને માનસિક નબળાઈ-નિર્બળતાની ફર્યા કર્યા કરે છે પણ શું આશ્ચર્યની વાત નથી?