SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છુ. અંતઃકરણની પ્રેરણાથી મે તે એજ કામ સ્વીકારેલું છે, અને આવતે મહિનેથી તેજ કામ હું શરૂ કરવાનો છું; એટલું જ નહિ પણ હાલમાં હિરકથા કરનારાએ માત્ર કથા કહી સભળાવવામાં જ પેાતાની સાકતા થયેલી સમજે છે, પણ હું એથી એક પગથીઉં આગળ વધીને એમ કરવા ઇચ્છુંછું કે કથાની સાથે તુરત જ એ જ વખતે કાંઇ કામ થવું જોઇએ. જ્યાં સુધી કથાના ફળ તરીકે કાંઇ પણ કામ ન થાય ત્યાં સુધી એ કથા કામની શું? હમ બકતા હૈ આર તુમ સુનતા હૈ” એવી કથા કરવામાં ફાયદો શું ? આ કાને સાંભળીને આ કાને કાઢી નાખે એવી કથા કરવી તે કરતાં તે બળદોનાં કુંડાં ભરડીને હળ હાંકવાં અથવા અકરાં ચરાવવાં અને તેને સારાં સારાં જંગલમાં લઈ જવાં ને તેમને સારા ધાસચારા ખવરાવવા તથા મજેનાં ઝરણનાં તાજાં પાણી પાવાં, તેને હું વધારે પસ ંદ કછું; એટલું જ નહિ પણ લુખી પુખી રસ વિનાની હરિકથા કરવી, અને ગાના તબ ગાના, ફેર દરવાજા દેકે જાના, હમ સાતે હૈ... તુમ ભકતે હૈં... એવી જાતની કથા કરવી તે કરતાં હાથમાં ચુનારડુ લઇને કોઇના ઘરની ભીંત ચણવી અથવા ટાંકણું શ્વને કોઇ પથ્થર કે લાકડામાં કાંઇક વાટ ઘડવા કે કોઇ સારા નવો નમુનો ઉઠાવવા, તેને હું વધારે શ્રેષ્ટ સભાળ્યું. માટે જે કથામાં એ જ વખતે તુરત જ કાંઇ શુભ કામ ન થાય કે કાંઇ ઉત્તમ પ્રકારની શુભ પ્રતિજ્ઞા ન લેવાય તે કથા કામની શું ? માટે હું કથામાં એક નવું તત્વ ઉમેરવા શ્રુંખ્ખું, અને તે એ કે કથા થઈ રહે કે તુરત જ તેનું કાંઇક પરિણામ જણાવું જોઇએ, અને તેમાંથી એ જ વખતે કાંઇક કામ થવું જોઇએ. જેમકે કથા સાંભળ્યા પછી તુરત જ કોઇપણ દારૂડીઆએ સાગન લેવા જોઇએ કે આજથી હું દારૂ પીશ નહિ. બીડી પીનારાઓએ તેજ વખતે પાતાના ખીસામાંથી ખીડીએ ફેંકી દેવી જોઇએ, અને તે એક દિવસને માટે નહિ પણ આખી જીંદગીને માટે એવા ઠરાવ કરવા જોઇએ. તમાકુ સુંધનારા, ખાનારા તથા આ પીનારાઓએ તે તજી દેવાના ડરાવા કરવા ોએ. જ્યારે વયાની કથા હૈાય ત્યારે વયાની સ્કૉલરશીપ સ્થપાવી જોઇએ. જ્યારે સ્ત્રીઓમાં જ્ઞાન વધારવાની કથા હા ત્યારે મારની શાળા થાપવી જોઇએ. હુન્નરો વિષે હરિકથા હોય ત્યા હુન્નરા શીખવાની સગવડતા કરી આપવાની ખુલતા મળવી જોઇએ, તથા કંઈ જાતનાં કારખાનાં કયે ઠેકાણે છે, તે કેવા નિયમ ઉપર ચાલે છે, તેમાં શું ફાયદો થાય છે, કદ જાતના માલ કયા દેશમાં મળે છે, તેની વિગતે તથા કયા હુન્નર, કેટલે દરરે વધ્યા છે, અને હજી કેટલી હદ સુધી ૩.
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy