________________
એમ. એ. થયા પછી તમે શું ધંધે કરવા ઈચ્છો છો ? ૨૮ મોટામાં મોટા માણસોને પણ પૈસા મેળવવાની બાબત નજીવી લાગતી નથી; એટલું જ નહિ પણ જેની પાસે ગુજરાતનાં સારાં સાધન હોય, જેને ચાલુની સારી આવક હોય અને જે માણસ જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી કમાણી કરી શકે તેવા હોય તેવા માણસો પણ થોડા થોડા પૈસાની લાલચે છેક છેલ્લે સુધી નજીવી નજીવી બાબતોમાં પડ્યા રહે છે, અને થોડાક પૈસાના લેભ સારૂ કરીને મહે પરમાર્થ કરવાની અમૂલ્ય તક ગુમાવી દે છે. એવા સેંકડો માણસને હું ઓળખું છું કે, જેઓ જે માત્ર પોતાની જરાક લાલચ મુકી દે તો ઘણાએ ભાલાં કામ કરી શકે, એટલું જ નહિ પણ જે નજીવી લાલચોમાં તેઓ પડયા રહેલા હોય છે તેવી લાલચોની કાંઈ તેઓને ખાસ જરૂર પણ હોતી નથી, છતાં પણ જરાક લેભાને ખાતર તેઓ અમૂલ્ય તક ગુમાવો નાંખે છે. આ પ્રમાણે ઘણે ઠેકાણે જોયેલું છે, તેથી તમને આ સવાલ પૂછયો હતો. વારુ, હવે મને કહે કે પ્રથમ તમને આ વિચાર કેમ શુ ?
ત્યારે ચંદુલાલે કહ્યું કે, એક ભગત છે તે હરિકથા કરે છે, તેની કથા સાંભળવા સેંકડો માણસે જાય છે, ત્યાં હું પણ એક વખત ગયો હતા, ત્યારે ત્યાં માણસોની ગરદી જોઈને તથા એ રીતે પણ કેટલું બધું કામ કરી શકાય તે જાણુંને, તથા હાલના આપણું કથાકાર કેવી એની એ જૂની વાતે ફરી ફરીથી કહ્યા કરે છે, અને તેના કેટલીક જાતના વહેમોને ઉત્તેજન આપ્યા કરે છે, એ બધું જોઇને તે સુધારવાની મને ઇચ્છા થઈ, તેમાંથી હરિસ્થા કરવાનો વિચાર મને ઉત્પન્ન થયે છે. બીજું એ કે મારો એક મિત્ર બી. એ. માં ફેલ થયેલો છે, તે હરિકથા કરવાનું કામ કરે છે, અને તેમાં તેણે સારી ફતેહ મેળવેલી છે. તેની રોજની વાતથી તથા તેનો અનુભવ જાણ્યાથી એ કામ સમીકારવાની મને ઇચ્છા થઈ છે. મહારો એ મિત્ર ગરીબ માણસ છે. જે તે કઈ સારે ઠેકાણે નોકરીએ કે ધ ધે લાગી જાય તો દર મહિને પચાસ સો રૂપિયા કમાઈ શકે તે છે, પણ તેને બદલે એક શેઠીઓ તેને દર મહિને ત્રીસ રૂપિયા મદદ આપે છે તેમાં તે ગરીબાઇથી પિતાનું ગુજરાન ચલાવી લે છે, અને પરમાર્થને ખાતર હરિસ્થાનું કામ કર્યા કરે છે. તે કહે છે કે, હવે આપણને જમાનાને અનુસરતા નવિન વિચારોવાળા જુવાન કથાકારોની બહુ જરૂર છે, કારણ કે એ રસ્તે આપણે આપણું દેશની, આપણા ધર્મની તથા આપણું આત્માની હેટામાં મોટી સેવા કરી શકીએ તેમ છીએ. માટે મારા