________________
ઍમ્. એ. થયા પછી તમે શું પધા કરવા
કે ?
૨૭
નજરે જોવાની ઇચ્છા રાખનારા છું, અને એ પ્રમાણે કામ કરવાના ઠરાવવાળા છું; એટલે દળ વીશ ઠેકાણે જ્યારે મ્હારી કથાની સાથે તેમાંથી ઉપજી આવેલાં ભલાં કામેા લાકેની નજરમાં દેખાઇ આવશે ત્યારે પછી તેહ મેળવવામાં જરાપણ મુશ્કેલી રહેશે નહિ.
હરિકથાનું કામ કરવામાં હું ક્ાવી શકીશ એમ આશા રાખવાનુ એ પણ એક કારણ છે કે છેલ્લાં ત્રણ વરસ થયાં ખાનગીમાં હું એ બાબતનો ખાસ અભ્યાસ કરૂંછું, અને સતેષ થાય એવી રીતે એ અભ્યાસ આગળ વધે છે, એટલે મને ખાત્રી છે કે હું મારા એ કામમાં કાવીશ જ; કારણકે આપણા ઘણા લોકો પોતાના કામની કિં ંમત સમજ્યા વિના કામ કરવું શરૂ કરે છે,કેટલાકા પોતાને જે કામ કરવું હોય તેને ખાસ ઉંડા અભ્યાસ કર્યા વિના કામ શરૂ કરે છે, કેટલાકો પેાતાને જે રસ્તે જવું હોય તે રસ્તાની જોખમદારી સમજ્યા વિના તે રસ્તે ચાલવા માંડે છે, અને કેટલાકી અમુક માણસને અમુક ધંધામાં સારી કમાણી થાયછે માટે આપણે પણ એ ધંધા કરીએ, એમ ધારીને, કેટલાકા એમ ધારીને કે ફલાણા માણસમાં કાંઈ માલ નથી તેમ તાં આ કામ કરી શકેછે ત્યારે આપણે કાં ન કરી શકીએ ? એમ ધારીને, કેટલાક માણસે કાઇના કહેવાથી,કેટલાક માણસા પોતાને મનમાના અનુકૂળ ધંધા રાજગાર કે નાકરી ચાકરી ન મળે તે સારૂ અને કેટલાક માણુસા માનપાનની લાચે કામ કરે છે, તેથી તેઓ પેાતાના કામમાં નિષ્ફળ થાય છે, કારણ કે તેઓ પેાતાના કામની કિંમત સમજીને, પેાતાના આત્માનું ખળ સમજીને, પેાતાના અંતરની પ્રેરણા સમજીને અને પોતાની સ્થિતિ તથા પેાતાના અભ્યાસ સામે તેને કામ કરતા નથી, પણ સંજોગાને આધારે ઉપલાં નજીવાં નવાં કારણેાસર એકતરફી દોરવાઇ જઇને તે કામ શરૂ કરે છે, તેથી તેમાં પાછા પડે છે, અથવા તે બહુ મોટી તેડ મેળવી શકતા નથી, પણ હું તે આ બધા મુદ્દાઓ સમજીને તથા ખાસ અભ્યાસ કરીને અને અંતઃકરણની પ્રેરણા પ્રમાણે ખરેખરી લાગણીથી કામ કરવા ઈચ્છું છું, એટલે પછી તે મેળવવામાં શક શું ?
ત્યારે મેં કહ્યું કે, નહિ, એ બાબતમાં મને કાંઈ પણ શક નથી, પણુ મને એમ લાગે છે કે, પૈસા નહિ કમાવા એ ધંધા કયાં સુધી ચાલી શકશે ? અને જો કદાચ આખી જીંદગી સુધી તમે કઈ પણ કમાણી ન કરા તે લોકેા તમારા માટે શું એટલે? કે શું ધારે? એ ખ્યાલ તમે કેાઇ દિવસ કર છે ?