________________
જેનહિતેચ્છ એક મહેતું કારણ છે, અને તે એ કે, ઘણું કરીને બધા કથા કરતા એ કાંઈક પૈસા મેળવવાની લાલચ રાખે છે, પણ ઇશ્વરકૃપાથી મને એ જાતની જરાપણ ઇચ્છા નથી, કારણ કે મહારા પિતાજી મહારે માટે જરૂર જેટલી દલત મુકી ગયા છે, એટલે હું કોઈ પણ જાતની લાલચ રાખ્યા વિના તદ્દન નિસ્પૃહીપણે કામ કરી શકું તેમ છું, અને એ પણ મારી ફતેહનું મોટું કારણ છે. કારણ કે મેં જોયેલું છે કે, મારા એક મિત્ર નિસ્પૃહીપણે હરિકથા કરે છે, અને કદી પણ કોઈની પાસેથી કોઈ પણ લેતા નથી, તેથી તેની કથા સાંભળવા સેંકડો માણસો જાય છે. જો કે તેમની કથા માત્ર ભક્તિ માર્ગની જ હોય છે, અને તેમાં પણ વારે વારે મૂર્તિપૂજા ઉપરજ વધુ ભાર મૂક્યા કરે છે, છતાં પણ તેને નિસ્પૃહીપણાથી . હજારો લોકો તેની કથામાં જાય છે, ત્યારે તેને બદલે હું તે ધર્મના બહુ ઉદાર વિચારે ફેલાવવા ઈચ્છું છું, અને મનુષ્યની અંદર આત્માનું જે અદ્ભુત સામર્થ રહેલું છે તેને વિકાસ કરવા માગું છું, એટલું જ નહિ પણ પુરાણક કાળના તેમજ ચાલતા જમાનાના અનુભવી દાખલાઓ આપીને હું હારે વિષય સિદ્ધ કરવા ઈચ્છું છું, અને એ સિવાય ઍમ.એ. ની મહેટી ડીગ્રીની પણ મને મદદ છે, તેમજ મહારા બાપની આબરૂ, તેનો પૈસે તથા મહારા જાણીતા વિદ્વાન મિત્રોની સલાહ અને તેઓની લાગવગર પણ મને કામ લાગી શકે તેમ છે, માટે એ કામમાં હું જરૂર ફતેહ મેળવી શકીશ; એમાં કાંઈ પણ શક નથી. એટલું જ નહિ પણ આ બધાં કારણો ઉપરાંત મહારી ફતેહનું સૌથી મુખ્ય કારણ તે એ છે કે, એ બાબતમાં મહારું અંત:કરણ મને ખાત્રી આપે છે; કારણ કે હું કાંઈ કોઈના કહેવાથી કે કોઈપણ જાતની લાલચથી આ કામ સ્વીકારતો નથી, પણ માત્ર મહારા અંત:કરણની પ્રેરણાથી, કુદરતી શોખથી, સેવા કરવાની ઇચ્છાથી, ફરજ બજાવવાની લાગણી અને વર્ષોથેરાષિા મા પહેy #ાવન ! એમ સમજીને જ, મારી જીંદગીમાં રસ ભરવા સારૂ મહારે ઉત્સાહભેર કામ કરવાનું છે, એટલે એમાં ફતેહ થાય જ, એમાં નવાઈ શું? જે આવાં સારાં સાધનોવાળાની ફતેહ ન થાય તે પછી બીજા કેની ફતેહ થશે?
આ સિવાય ફતેહ મેળવવાનું હજી પણ એક વધુ મોટું કારણ છે, અને તે એજ કે, હું માત્ર એકલી કથા કહી દેવાનું જ કામ કરવાનો નથી, અને માત્ર કથા સંભળાવી દીધાથીજ મહારી સાર્થકતા થઈ ગઈ એમ હું માનનારે નથી, પણ હું તે એ જ વખતે હારી કથાનું કાંઈક શુભ પરિણામ