________________
ઍમ. એ. થયા પછી તમે શું ધંધે કરવા ઈચ્છો છો? ૨૩ શકે નહિ તેવી વાતે તેઓની આગળ કર્યા કરે છે, અને મુખ્યતાથી વૈરાગ્યની વાતોને જ વધુ ભાગે ઉપદેશ કરે છે, તેથી ઘણા લોકો પોતાના કર્તવ્યમાં ઢલા ને નમાલા બની જાય છે. એ સિવાય એવા લોકોની કથામાંથી બીજું મને એમ પણ સમજાયું છે કે, તેઓ હજારો વરસ ઉપર જે જમાનો વિતી ગયો તેની જ વાત વધુ ભાગે કર્યા કરે છે, પણ આપણે હાલના જમાનાને અનુકૂળ કેમ થવું? તે વાત તેઓ વિગતવાર રીતે કહી શકતા. નથી; અને કેટલાક લોકો તે હાલના જમાનાને તદન પ્રતિકૂળ હોય તેવી તથા હાલમાં સહેલાઈથી પાળી શકાય નહિ તેવીજ વાતે પિતાની કથામાં લેકોની આગળ કર્યા કરે છે, તેથી ઉલટા લેકે પાછળ પડે છે, અને પિતાની સ્થિતિને બંધબેસતા ન થાય તેવા ધર્મો સાંભળીને મનમાં મૂંઝાયા કરે છે, અને હરિકથા સાંભળવાથી માનસિક દીલાસો મળવો જોઈએ તેને બદલે એવી જાતની હરિકથાઓ સાંભળીને તેઓનાં મન ઉલટાં શંકાશીલ બને છે. હરિકથા સાંભળીને જીંદગી સુધારવા માટે કાંઈક નો રસ્તો તથા નવું બળ મળવું જોઈએ, તેને બદલે હરિકથા સાંભળીને તેઓ બહારના ખોટા વૈરાગ્યવાળા અને પિતાના કર્તવ્યમાં ઉલટા ઢીલા થાય છે. હરિકથા સાંભળીને લોકોમાંથી કાંઈક વહેમ ઓછા થવા જોઈએ તેને બદલે ઘણું લોક ઉલટા કેઈક જાતના વધારે વહેમમાં પડે છે; અને હરિકથા સાંભળીને પરમાત્માનું અસલ સ્વરૂપ જાણવું જોઈએ તેને બદલે ઈશ્વર હજામ બનીને કેઈની હજામત કરી ગયે, ડેશી બનીને કોઈનું દળણું દળી ગયો, અને કઈ પ્રતિવ્રતાનું પતિવ્રત ભંગાવવા માટે ઈશ્વરે અનેક પ્રકારના દગાટિકા કર્યા, તથા ઇશ્વર વહેમાઈ જઈને શંકર સાથે લડયા, શંકર બ્રહ્મા સાથે લડવા, બ્રહ્માએ વિષ્ણુને શાપ દીધો, વિષ્ણુએ મોહિનીરૂપ લઈને શિવજીને ફસાવ્યા, આવી આવી વાત લોકેની આગળ કહ્યા કરે છે, અને ઈશ્વરનું સ્વરૂપ છેક ઉતરતા પ્રકારનું બનાવી નાખી લોકોની નજરમાં તેને હલકો પાડે છે. આવું ન થાય માટે તથા ખરી હરિકથા કેવી હોવી જોઈએ તેને નમુને બતાવવા માટે હું હરિકથા કરવાનું કામ કરવા ઈચ્છું છું.
'હરિકથાને લાભ લેનાર મંડળમાં હમેશાં સ્ત્રીઓનું પ્રમાણ બહુ વધારે હોય છે, અને સ્ત્રીઓને સ્વભાવ એવો છે કે, તેઓના મનમાં જે જાતના સંસ્કારો પાડવા હોય તે બહુ સહેલાઈથી પડી શકે છે, અને મને એમ લાગે છે કે, સ્ત્રીઓના મનમાં સારાં બીજ રોપવાં એ કામ બહુજ મહટામાં મહેસું છે; કારણકે સ્ત્રીઓ એ કાંઈ સાધારણ બાબત નથી, પણ