________________
જેનહિતેચ્છુ
રીઓ એ પરમાત્માની કૃપાની મૂર્તિઓ છે, સ્ત્રીઓ એ દયાની દેવીઓ છે, સ્ત્રીઓ એ જગતને આધાર છે, સ્ત્રીઓમાં મહાન બળ રહેલું છે, ભવિષ્યની પ્રજાના સુધારા વધારાને આધાર સ્ત્રીઓ ઉપર છે, અને પુરૂષોની લગામ સ્ત્રીઓના હાથમાં છે માટે સ્ત્રીઓની અંદર સારા સંસ્કાર પાડવા એ બહુજ હેટી વાત છે, અને આપણા દેશમાં લાજના કઢંગા રીવાજને લીધે. તથા સ્ત્રીઓ જાહેર મંડળમાં ભાગ લેતી નથી તેને લીધે અને સ્ત્રીઓમાં કેળવણી બહુ વધેલી નથી તેને લીધે સ્ત્રીઓના મંડળમાં કામ કરવાની તક સજજન પુરૂષને પણ મળતી નથી, પણ હરિકથાનું કામ કરવાથી સ્ત્રીઓમાં સારા સંસ્કાર બેસાડવાની તક મળી શકે છે, માટે . એ કારણ સારૂ પણ હરિકથા કરવાનું કામ હું પસંદ કરું છું. કારણકે સ્ત્રીઓના મંડળની અંદર કામ કરવાનું મળે, અને એ કામ જે ઊંચામાં ઊંચા પ્રકારનું હોય તથા તે કામ જે સારામાં સારી રીતે કરી શકાય તે હું તેને મહા ભાગ્યશાળીપણું સમજું છું કારણકે બીજી કોઈ પણ રીતે આપણે આપણા દેશની કે આપણા બંધુઓની જેટલી સેવા કરી શકીએ તે કરતાં સ્ત્રીઓના અંતઃકરણની અંદર સારા સંસ્કારો પાડવાથી હજારોગણું વધારે કામ થઈ શકે છે. માટે ધર્મનું છુટાપણું, દેશની આબાદી, પરોપકાર, આત્મબળ, સ્વમાન, સ્વતંત્રતા, સેવા ધર્મ, સ્વાર્થયાગ, વગેરે ઉત્તમ બાબતેનાં બીજે હું તેઓમાં રોપવા ઇચ્છું છું, અને સેવાધર્મ માટે જ સ્ત્રીઓનો અવતાર છે તથા તેઓ જે ધારે તે પિતાના માનસિક બળથી પિતાના કુટુંબમાંથી, પોતાના દેશમાંથી તથા આખા જગતમાંથી રોગ દૂર કરી શકે, દુઃખો દૂર કરી શકે, ઘડપણને અટકાવી શકે, ગરીબાઈને મટાડી શકે અને લાંબે વખત સુધી મોતને પણ દૂર રાખી શકે, એવું બળ તેઓના આત્મામાં છે, અને એ આત્માને પરમાત્મા સાથે સીધો સંબંધ છે. આવી વાત મારે સાધારણ સ્ત્રીઓના મગજમાં પણ ઠસાવવી છે. માટે હું હરિક્ષા કરવાનો ધંધો પસંદ કરું છું.
હરિકથામાં કેટલાક લેક જિંદી બાબતે ભેળી દે છે, તેથી હરિક્ષાનું મહત્વ ઘટી જાય છે, કારણ કે હરિકથામાં રાજદ્વારી બાબતે લાવવાથી હરિકથા તરફ સારા લેકોની અરૂચિ થાય છે, અને હરિસ્થામાં ડિટેકટીવ જઇને બેસે છે, તથા સરકારી અમલદારો એવી જાતની હરિકથા તરફ વહેમાયેલી નજરે જુએ છે તેથી એવી હરિકથાઓનું રૂ૫ ઉતરતા પ્રકારનું થઈ જાય છે, અને તેની જે સારી અસર થવી જોઈએ તે થઈ શકતો 'નથી, માટે હરિકથામાં રાજદ્વારી બાબતે બીલકુલ ભૂલે ચુકે પણ લાવવી જ નહિ