________________
જેનહિતેચ્છુ. બંધુ! તમે શું એમ ધારો છો કે, હરિકથાનો ધંધો હલકો છે? અને એ કામ તે જે રંડીડી જેવા ભીખારી બ્રાહ્મણે હોય તેઓ જ કરે ? હારા જેવા વાણિઆથી, શ્રીમંતથી અને ઍમ. એ. થયેલાથી એ કામ ન થાય? અને જો હું એ કામ કરું તે તે હલકું કામ ગણાય એમ તમે ધારો છો, તે જાણીને મને બહુ દિલગીરી લાગે છે, કારણ કે તમારા જેવા કેળવાયેલા મિત્રો તરફથી હું એવી જતના સાક્કા વિચારો સાંભળવાની આશા કે ઈચ્છા રાખતો નથી; પણ મને તે કાંઈક નવીનતા, કાંઈક વિશાળતા, કાંઈક ઊંડાણ, કાંઈક રહસ્ય, કાંઈક પ્રત્યક્ષ ચમત્કાર અને આત્મિક બળ જોઈએ છે. અને તેનું જ્ઞાનના પ્રમાણમાં પ્રેમના પ્રમાણમાં અને પુરૂષાર્થના પ્રમાણમાં દુનિયાના દરેક ધંધામાંથી મળી શકે તેમ છે, એમ હું માનું છું, એટલું જ નહિ પણ આપણે કેળવાયેલા બધા લોકોનું મુખ્ય વલણ નોકરી તરફ જ હોય છે, અને નોકરીમાં પરાધિનતા હોવાથી તથા રાજ્યની નેકરીમાં ઘણી વખત જોઈએ તે કરતાં વધારે સગવડો તથા જોઈએ તે કરતાં વધારે દબાણો હોવાથી ઘણાક લોકો કરી સ્વીકાર્યા પછી કાંઈ પણ વધારે સારી સેવા કરી શકતા નથી, તેથી કેળવાયેલો વર્ગ દેશને જેટલો ઉપયોગી થ જોઈએ તેટલે ઉપયોગી થઈ શકતું નથી, કારણ કે તેઓનું જે બુદ્ધિબળ દેશની આબાદી વધારવામાં ખરચવું જોઈએ તે બળ થડાક પૈસાને ખાતર માત્ર પિતાને એક શેઠનું ભલું કરવામાં જ ખરચાઈ જાય છે, તેથી તેઓ બીજી વધારે સારી સેવાઓ કરી શકતા નથી; અને પિતાના બંધુઓની સેવા કર્યા વિના પિતાને આત્માનું કલ્યાણ થઈ શકતું નથી, માટે ભલે બહુ માનભરેલી હોય તેવી નોકરી કરવા કરતાં પણ સેવા ધર્મ સ્વિકારવા સારું સ્વતંત્રતાને હું વધારે પસંદ કરું છું, અને તે સારૂ હરિકથા કરવાનું કામ સ્વીકારવા મારી ઈચ્છા છે.
બીજું એ કે, હાલ જૂના વિચારના તથા અધુરા જ્ઞાનવાળા જે હરિકથા કરનારાઓ છે, તેઓ માત્ર પુરાણમાં આખ્યાને, તથા ચાલતી આવેલી ભક્તોની ચમત્કારિક કથાઓની જ વાત કર્યા કરે છે, પણ તેનાં ઊંડાં રહસ્ય સમજી કે સમજાવી શકતા નથી. તેઓ પિતાની કથાઓમાં સ્કૂલ ચમત્કારોનેજ મોટું રૂપ આપ્યા કરે છે, અને હાલના જમાનાના કેળવાયેલા લેકે સીધી રીતે જે વાત ન માની શકે તેવી જ વાત કહ્યા કરે છે, એટલું જ નહિ પણ ઘણું જાતના ચાલતા આવેલા વહેમને ટેકો આપે છે, તથા જે વાતે હાલના જમાનાના લોકે પાળી