________________
ઍમ.એ. થયા પછી તમે શું ધંધો કરવા ઈચ્છે છે ૨૧ દુનિયામાં કોઈ પણ નથી, એટલું જ નહિ પણ મેં જે એ કામ પસંદ કર્યું છે તેનાં બીજા પણ ઘણુએ કારણો છે.
હરિકથાનો ધંધો પસંદ કરવાનું પહેલું કારણ એ છે કે, આપણી જંદગીના મુખ્ય હેતુઓ શું છે તે સંબંધી મેં બહુ વિચાર કરે છે, અને એ સંબંધી જુદા જુદા ઘણું પંડિત તથા મહાત્માઓના વિચારો મેં જાણેલા છે, તેથી મહારી એમ ખાતરી થયેલી છે કે, સેવા કરવા માટે જ આપણું જીદગી છે. સેવા જેવું બીજું ઉત્તમ કામ જગતમાં એકે નથી. અને સેવામાં પણ જે કામ પરમાત્માને સાથે રાખીને થાય, ધર્મના બળથી થાય, અને જે કામ કરવાથી લોકોની ઉત્તમમાં ઉત્તમ ભાવનાઓ જાગૃત થાય તે કામને હું સૈથી શ્રેષ્ઠ સમજું છું; અને એ કામ હરિકથા કરવાથી બહુજ સારી રીતે સિદ્ધ થઈ શકે છે, એમ મ્હારી ખાત્રી થઈ છે, માટે એ કામ સ્વીકારવા તૈયાર થયો છું.
બંધુ! તમે શું એમ ધારો છો કે ઍમ. એ. થયા પછી બસે ચાર પિયાના પગારની સારી નોકરી મેળવવી, બાઈડીને ખૂબ ઘરેણાં પહેરાવી ગાડી ઘોડે ફેરવવી, લુખાંપુખ ભાડુતી માનપ લેવાં, પરાધીનતા સ્વીકારી નશિબને વહેંચી નાખવું, સંજોગને આધારે મહેટા ગણાતા લેકે જેમ આપણને ઘસડે તેમ ઘસડાયા કરવું, તથા મોજશોખ ભોગવવા કી દુ થઇને ફરવું, અને “હમબી નવાબ ભરૂચ કે ” એવા બનીને મનમાં ફુલાયા કરવું, એ જ શું ઉંચી કેળવણીની સાર્થકતા છે, નહિ. બધુ! કેળવણીનો એવો હલકો હેતુ હું સમજતો નથી, પણ હું તો એમ ધારું છું કે, કેળવણી થી પ્રથમ આપણી જીંદગી સુધરવી જોઈએ, તેમાં બીજા સાધારણ લેના કરતાં ખાસ પ્રકારની કાંઈક ઉતા આવવી જોઈએ, અને આપણું બંધુઓના જીવનમાં આપણે કાંઈક ઉચ્ચતા ભરી શકીએ એમ થવું જોઈએ. અને એ કામ કઈ રજવાડાની નોકરીથી, ગાડીડાથી, મોજશોખમાં પડયા રહેવાથી, ખુશામત કરીને મેળવેલા ખેતાબાથી, ઝાઝું ધન મેળવી લેવાથી કે બડેખાં બની મજા જ બગાડયા કરવાથી કાંઈ થતું નથી, પણ ઉચ્ચ હેતુએ સમજીને, ઉત્તમ લક્ષ રાખીને, સરલતા રાખીને અને મારા સર્વ ભૂતે” એ મહામંત્ર સ્વીકારીને કર્તવ્ય બજાવવાને ખાતર જે આપણે કામ કરીએ તે કેઈપણ ધંધામાંથી આબરૂ મેળવી શકાય છે, હેટાઈ મેળવી શકાય છે, એમ આત્માનું કલ્યાણ કરી શકાય છે, તથા પરમ ત્માના વહાલા થઈ શકાય છે.