________________
અમ્. એ. થયા પછી તમે શું ધંધા કરવા ઇચ્છે ? ૧૯
ત્યારે ચ`દુલાલે કહ્યું કે, એમાં શક શે ? પાસ થવું એ આપણા હાથમાં નહિ તેા ખીન્નકાના હાથમાં ! શું કોઇની મહેનતથી આપણે પાસ થઇશું ?
એ સાંભળીને મે કહ્યું કે, બેશક આપણી જ મહેનતથી આપણે પાસ થઇ શકીએ, એ વાત સાચી છે; પણ તેન છતાં તેમાં આજુબાજુના ઘણા સંજોગે! પણ ધ્યાનમાં રાખવા પડે છે, અને કેાઇ વખત સંજોગો એવા બની જાય છે કે હુશિયારમાં હુશિયાર વિદ્યાર્થી પશુ કોઈ કોઈ વખત સજોને આધારે નાપાસ થઇ જાય છે, તેથી આવા સવાલો પૂછવાની આપણુને ટેવ પડી ગયેલી છે.
એ સાંભળીને ચંદુલાલે કહ્યું કે, એ વાત કેટલેક દરજ્જે ખરી છે, પશુ આપણે એવી બાબતા ઉપર ભાર મૂકવા જોઇએ નહિ, અને આપણે કોઈ પશુ લાયક વિધાર્થીઓની કિમ્મત એછી સમજવી જોઇએ [હ, પણ આપણે તે આપણા બાળકવિદ્યાર્થીના મનમાં તથા આપણા જુવાન ભામ્હેતાના અંતઃકરણમાં પાકે પાયે એમ જ હસાવવું બેઇએ કે પાસ થવું અથવા દુનિયાના બીજા કોઇ પણ કામમાં ફત્તેહ મેળવવી એ તમારા જ હાથમાં છે. સોગને તમે બદલી શકો એવું તમારામાં અળ છે, એટલું જ નહિ પણ ખરાબ સદ્બેગને આધીન થઇ જવું એ તે એક જાતની નબળાઇ છે; માટે એવી નબળાઇમાં નહીં પડયા રહેતાં આપણે આપણા આત્મિક ખળ ઉપર વિશ્વાસ રાખતાં શીખવું જોઇએ, અને આપણી મહેનત ઉપર, આપણા જ્ઞાન ઉપર અને આપણા બળ ઉપર વિશ્વાસ રાખતાં આપણે શીખવું જોઇએ; અને હિમ્મતથી તથા દૃઢતાથી એવા જ જવાબ દેવા બ્લેઇએ કે પરમા મકૃપાથી હું મારા કામમાં કુંતેહ મેળવીશ જ.
કહી શકાય ?
મેં કહ્યું કે, પણ એમ ભાર મૂકીને કેમ ત્યારે ચ'દુલાલે કહ્યું કે, જે આપણે આપણુા વિષયને પૂરેપૂરા સમજ્યા હાઇએ, જો આપણે તેની ઉપર જેટલી મહેનત લેવી જોઇએ તેટલી મહેનત લીધી હાય, જો આપણે એ બામંતમાં બીજા લાગતાવળગતાઓની જેટલી સલાહ કે મદદ જોઇએ તેટલી લીધી હાય, જે આપણું શરીર સારૂં હાય, જો આપણી બુદ્ધિ સારી હાય, જો આપણે હાથમાં લીધેલાં કામની કિંમત સમજતા હાઇએ, જો આપણને આપણા પંડના ખળમાં વિશ્વાસ હાય, અને જો આપણે પરમાત્માને હાજરનજર જાણીને કર્તવ્ય બજાવવાને ખાતર કામ કરતા હાઈએ તા પછી ભાર મુકીને જવાબ કાં ન દઈ શકાય ?