________________
જૈનહિતેચ્છુ . આગમસાર' નામક ગ્રંથમાં કહ્યું છે કે, “જેઓ શક્તિમાન છતાં પણ શાન્તિ રાખે છે, ધનાઢય છતાં પણ ગર્વ કરતા નથી, પૂર્ણ વિદાન હેવા છતાં પણ નમ્રતાથી વર્તે છે. તે ત્રણે જાતના પુરૂષોથી જ આ પૃવી શોભી રહી છે.”
જેઓ પરનું હાશ્ય નથી કરતા અને આત્માઘા પણ નથી કરતા તથા જે સદા પ્રિય મધુરભાષી છે તેવા પુરૂષોને સદા નમસ્કાર હો!
જેમણે ગરીબને ઉદ્ધાર નથી કર્યો, સ્વધર્મઓનું વાત્સલ્ય નથી કર્યું, હૃદયમાં પક્ષપાતરહીત દેવનું ધ્યાન નથી ધર્યું તે માણસોએ તે મનુષ્ય ભવ ફોકટ ગુમાવ્યો છે.
મેઘનું પાણી, ચંદની ચાંદની, વૃક્ષનાં સુંદર ફલ, પુરૂષોની ઋદ્ધિ આ સર્વ તે બીજાઓના ઉપકાર અર્થે જ છે-પોપકારાર્થ જ છે. - દેવતાના વલ્લભ ! જુઓ, આગમસાર' ગ્રંથ કે સુંદર ઉપદેશ કરે છે ! જિન ભાગમાં મુક્તિમાર્ગનું પ્રથમ દાર “દાન' જ છે. દનના અનેક ભેદ છે, જેમાં સર્વોપરિ તે વિધાદાન છે, કે જેના વડે સાંસારિક સુખ તેમજ મુક્તિસ્થાન જલદી મેળવી શકાય છે.
એમ. એ. થયા પછી હમે શું ધંધે
કરવા ઈચ્છો છો?
' મહે મહારા મિત્ર ચંદુલાલને પૂછ્યું, કે આ વખતની પરીક્ષાનું પરિણામ શું જણાય છે? ઍમ. એ. માં પાસ થશે કે નહિ? - ત્યારે ચંદુલાલે કહ્યું કે એ તે કાંઈ સવાલ છે? શા માટે પાસ ન થઈએ? પાસ થશે કે નહિ એમ પૂછવું એ તે જેને આપણે સવાલ પૂછીએ તેનું અપમાન કર્યા બરાબર છે; કારણ કે જે સામા માણસની શક્તિમાં આપણને વિશ્વાસ હોય તે એવો સવાલ શા માટે પૂછવું પડે ?
એ સાંભળીને મેં કહ્યું કે, ત્યારે શું તમે એમ ધારે છે કે પાસ થવું એ આપણા હાથમાં છે?