________________
૧૪
જેનહિતેચ્છુ. તે સૌથી ઓછી અગત્યની બાબત છે, પણ માણસોએ હેને સૌથી વધારે અગત્યની બાબત બનાવી મૂકી છે ! કુદરતે માણસજાતને માટે કુદરતી ખોરાક બનાવ્યો છે અને તે વનસ્પતી ખેરાક છે. ઇન્દ્રિઓને ઉશ્કેરી મુકે એવો ખેરાક છેડી જેમ બને તેમ સાદો સાત્વિક ખોરાક ખાવો. ઝાઝી વાનીઓમાં વખત અને પૈસાનો ભોગ આપવો અને સાથે લાગ્યું બીમારી પણું માગી - લેવું એ ડાહ્યા માણસનું કામ નથી.
પરિભોગને સંકોચ. “ ઉપભોગ” એટલે ખાવા-પીવા વગેરેની બાબતમાં શ્રાવકનું સાતમું વત શું કહે છે અને તે કેટલું જરૂરી વ્રત છે તે બતાવ્યા પછી આપણે એજ વ્રતની બીજી કલમ પરિભેગ પર અંકુશ’ એને તપાસીશું
“પરિગ એટલે વારંવાર વાપરવામાં આવતી વસ્તુઓ. ઘર, વસ્ત્ર સ્ત્રી વગેરે.
જે આપણે “પરિભોગની બાબતમાં નિગ્રહ કરતા શીખીએ અને એ બાબતની ઉડાઉ ટેવ છોડી દઈએ તો આપણે તનદુરસ્તી સારી રીતે જાળવી શકીએ. દાખલા તરીકે આજકાલ શરીર ઉપર ઉપરાઉપરી કપડાં ખડકવાની “ફેશન” છે! પરંતુ આ ફૅશન તદુરસ્તીને ઘણું ખલેલ પહેચાડે છે. સાયન્સ કહે છે કે “આપણું શરીરમાં દરરોજ ફેફસાંની મારફત ૧૫૦૦૦ પંદર હજાર કયુબીક ઈચ ચોખ્ખી હવા લેવી જોઇએ અને ત્વચાની મારફત ૩૦૦૦ ત્રણ હજાર ક્યુબીક ઈંચ હવા લેવી જોઈએ ” હવે જે શરીર ઉપર બહુ કપડાં ખડકીએ કે ફેશન ખાતર ટાઈટ કપડાં પહેરીએ તે સ્વચ્છ હવાને શરીરમાં દાખલ થતાં હરક્ત પહેચે. માટે માણસે જેમ બને તેમ થોડાં અને ખલતાં વસ્ત્ર પહેરવાં જોઈએ. ઘરબાર પણ હેટાં વગડા જેવાં ન રાખતાં જરૂર પુરતોજ અને સ્વચ્છ તથા ઝાઝા રાચરચીલાની વખાર જેવાં ન દેખાય તેવાં રાખવા જોઈએ, જેથી હવા અને પ્રકાશમાં હરકત નડશે નહિ.
રાચરચીલાં જેમ વધારે રાખશે તેમ સાચવવાની ચિંતા વધારે અને જેમ ચિંતા વધારે તેમ શરીર બગડવાનો સંભવ પણ વધારે; કારણ કે માનસિક સ્થિતિ ઉપર શારીરિક સ્થિતિને ઘણે હેટે આધાર રહે છે. માણસનું મન જેમ વધારે આનંદમાં રહેશે તેમ હેનું શરીર વધારે તનદુરસ્ત રહેશે. અને તેટલા જ માટે જેનું આઠમું વ્રત (અનર્થ દંડ વિરમણ વ્રત) અને નવમું વ્રત (સામાયિક અથવો સમભાવ Equilibrium of Mind