SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તદુરસ્તીનું શાસ્ત્ર. ઇરાનના લેક હારે તેઓને રાજઅમલ અને તેઓની કીર્તિની ટોચે પડેચેલા હતા તેહારે તેઓ દિવસના એકજ વખત ખોરાક લેતા હતા, અને તે બપોરની વખતે. જેન સાધુઓની તદુરસ્તીની ચિતાવાળા મહાન ગુરૂઓએ આ જ ગુણ કારણથી એમને માટે દિવસમાં એકજ વખત જમવાને હુકમ કરેલ છે. ગ્રીક અને ઇરાની લોકોની પડતીની શરૂઆત, હારે તેઓએ રહેણીકરણીમાંથી આ સાદાપણું છોડી દીધું, અને અકરાંતી આપણું ગ્રહણ કીધું ત્યહારથી થઈ છે. લગભગ એક હજાર વરસ સુધી અસલના સૌથી તદુરસ્ત, શ્રીમંત અને બુદ્ધિશાળી એવા આશરે આઠ કરેડ માણસો માત્ર દિવસના બપોરના એકજ ખેરાક ઉપર રહેતા હતા, અને આ રીવાજ ફતેહમંદીથી અમલમાં લાવ્યા હતા. પંદરમા સૈકામાં એક વહ્યા માણસે કહ્યું હતું કે, “ દિવસના એકજ વખતના ખોરાક ઉપર રહેવું તે દેવદૂત અથવા ફિરસ્તાની જીંદગી છે, અને દિવસમાં બે વખત જમીને રહેવું એ માણસ જાતની જીંદગી છે; અને ત્રણ વખત જમવું એ હેવાનની અંદગી છે.” * હવે આપણે કહારે ખાવું, કેવી રીતે ખાવું અને શું ખાવું હેના ઉપર વિચાર કરીએ. આ ત્રણ ચીજો ખાવાની બાબતમાં ઘણુંજ મહત્વની છે. પછવાડે આપણે શાસ્ત્રીય રીતે કયારે ખાવું તે બતાવી ગયા છીએ. હારે હાજરી ખોરાકને બરાબર પાચન કરી શકે નહિ તે વખતે જમવાથી બદહજમી પ થાય છે, અને આવા ખોરાકમાંથી ઉત્પન્ન થયેલું લેહી અસ્વચ્છ અને રેગીષ્ટ બને છે. પાચનક્રિયા મહેની અંદરથી શરૂ થાય છે; તેથી જરૂરનું છે કે ખોરાકનો દરેક ભાગ મહેની અંદર સારી. તે ચવાઈને ગળા નીચે ઉતરવો જોઈએ અને હાંસુધી ખોરાકમાં સ્વાદ લાગે ત્યાં સુધી હેને ધીમે ધીમેથી સારી રીતે ચાવીને ખાવો જોઈએ. જે ખોરાક બરાબર સારી રીતે ચવાઈને માખણ જેવો નરમ નહિ થયો હોય તે, જઠરાગ્નિ હેને બરાબર પાચન કરી શકશે નહિ અને બદહજમીનાં ચિન્હો પેદા કરીને લોહીને બગાડ કરશે. જે મહેની અંદર ખોરાક હજીયાતને માટે બરાબર તૈયાર થઈને હોજરીમાં ઉતરે અને જે વખતે જઠરાગ્નિ પિતાનું કામ બરાબર કરવાની હાલતમાં હોય તે જ વખતે ખોરાક લેવામાં આવે તે સંપૂર્ણ પાચનક્રિયા થઇને ખોરાકનું સ્વર અને તનદુરસ્ત લોહી બનશે, અને સ્વછ લેહી તે જ સંપૂર્ણ તદુરસ્તી સમજવી. શું ખાવું એ
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy