________________
૧૧
તનદુરસ્તીનુંશાસ્ત્ર. સ્નાયુઓ અને જઠરરસની ગોળીઓને જે મહેનત કરવી પડે છે તેટલી મહેનત લુવારને એરણ ઉપર અને ખેડુતને ખેતરમાં તેઓના હાથવડે કરવી પડતી નથી. માંગીના કારણે જરૂર પડે તે સિવાય આપણે હાજરીને એક દિવસનો પણ આરામ આપતા નથી. માંદગીમાં પણ ડાકટરો શક્તિ ટકાવી રાખવાને બહાને સાધારણ રીતે ખોરાક ખાવાની ફરજ પાડે છે. પરંતુ એથી ઉલટું, સારી સમજ અને સાધારણ અક્કલ એમ કહે છે કે, કુદરતી ભુખ વગર પાચનક્રિયા થઈ શકે નહિ, અને હજમીયત વગેર ખાધેલા ખોરાકમાંથી કોઈપણ જાતનું પ.પણ શરીરને મળી શકે નહિ. દિવસના ભાગમાં હાજરી સંત મહેનત કરીને ઉંઘતી વખતે જે તે ખાલી હોય તે આસાએશ લે છે તેથી કરીને ઉંઘતી વખતે હાજરીની ગોળીઓ (ગ્લેઝ) જઠરરસ પેદા કરતી નથી પણ કુદરત હેમને બીજા દિવસના કામને માટે આસાએશ આપીને શક્તિમાન બનાવે છે. માણસ હારે હવારમાં જાગે છે અથવા ઉઠે છે ત્યારે ઉપરનાં કારણોને લીધે, જોકે હાજરી ખાલી હાય છે તોપણ તે ખોરાક પાચન કરવાને માટે તૈયાર થયેલી હતી નથી. ઉઘતી વખતે શરીરને શ્રમ પડતું નથી, અને રજકણે (ઍટમ્સ અથવા ટીસ્યુઝ)ને ખર્ચ થતો નથી, તેથી ખર્ચને ફરી વળવાનું ઘણું થોડું હોય છે, બલકે બીલકુલ હેતું નથી. આમ હેવાથી સહવારના પહોરમાં ખેરાક લેવાની કોઈ જરૂર હોતી નથી; કેમકે પછવાડે કહ્યું છે તેમ, આપણે શ્રમ કરવાથી જે રજકણે ગુમાવીએ છીએ અથવા ખર્ચી નાખીએ છીએ હેનું સાટુ વાળવાને અથવા ખાડો પુરવાને માટે આપણે ખોરાક ખાઈએ છીએ. હારે આપણે ઉંઘ પુરી કરીને ઉઠયા પછી દિવસનું કામ શરૂ કરીએ છીએ હારે કુદરત પાચનક્રિયા તૈયાર કરવાનું કામ શરૂ કરે છે એટલે ખોરાક હજમ કરવાને માટે પેટના અવયવોને તૈયાર કરે છે અને આ તૈયારી સંપૂર્ણ કરવાને ચારથી છ કલાક લાગે છે. હારે આ તૈયારી પુરી થાય છે ત્યારે હેજરના સ્નાયુઓ અને જઠરરસની ગોળીઓ તેઓનું કામ બરાબર રીતે કરવા તત્પર હોય છે, અને તેઓ કુદરતી ભુખની લાગણી ગળાની અંદર પેદા કરે છે. આ “કુદરતી ભુખ છે, એને તે જે રીતે ઉત્પન્ન થાય છે તે રીતે કુદરતી કાયદાને અનુસરીને હોય છે. જ્યારે આ પ્રમાણે ઉત્પન્ન થયેલી કુદરતી ભૂખને તેડાથી આપણે જમીએ છીએ, હારે જમઅને સ્વાદ એરે લાગે છે અને રાક હમેશાં સ્વાદીષ્ટ લાગે છે, જમવાનું ગમે તેટલું સાદું અને સુક હોય છે તો પણ તે હમેશાં સારું લાગે છે