SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જે હિતેચ્છુ. જોડાઓ. સંસાર વ્યવહારના જુદા જુવા પ્રસંગોમાં તે સગુણને યોજવા પ્રયત્ન કરો. બીજા મનુષ્યો સાથેના હમારા વ્યવહારમાં આ પ્રેમની સગુણને મુખ્યતા આપીને જ વાં. આખો દિવસ આ પ્રમાણે પ્રેમમય જીવન ગાળ્યા પછી રાત્રિ પડે અને સૂવાનો વખત આવે ત્યારે આખા દિવસમાં કરેલાં કાર્યોનું બારીક અવલોકન કરે છે તે દિવસમાં હમે તે સદ્ગણ કેટલે અંશે “પ્રકટ' કરી શક્યા અને કેટલી બાબતમાં કચાશ રહી? કયા કારણથી ભૂલ થઈ, હેને વિચાર કરી તેવાં કારણને દૂર કરવા પ્રયત્ન કરો અને ફરીથી તેવા પ્રસંગે તે ભૂલ ન થવા પામે હેને દઢ નિશ્ચય કરે. આ રીતે તે સગુણનું જ ધ્યાન ધરતા સૂઈ જાઓ. બીજે દિવસે પ્રાતઃકાળમાં ઉઠી પાછા એ જ સદ્ગુણનું ધ્યાન કર, આપો દિવસ હેને વર્તનમાં મૂકવા પ્રયત્ન ચાલુ રાખે, અને ફરી રાત્રે હતું નિરીક્ષણ કરો. આ રીતે પંદરેક દિવસ સુધી તે પ્રેમના સગુણને ખીલવવા પુરૂષાર્થ કરો; પછી બીજે સદ્ગણ લ્યો. પણ આપણે બીજા સગુણા શિયાર કરીએ તે પહેલાં એ જણાવવું જરૂરનું છે કે, ધ્યાન કરનારને માટે અને અણધાર્યો લાભ તે એ થાય છે કે હેના વિચારો એકાગ, નિયમિત અને ચોકસ બને છે. જે સગુણનું આપણે ધ્યાન | કરતા હોઈએ, તે સદ્ગણને લગતા વિચારોની આકૃતિઓ (thougl t forms)ને આપણે જન્મ આપીએ છીએ. આ આકૃતિઓ પશુ અમુક રંગની, અમુક આકારની, અમુક ગંધ અને સ્પર્શવાળી હોય છે. તે વિચાર કરનારના તેજમંડળ ( Aura-રા)ની આસપાસ તે ભમાં કરે છે. હારે હેનું મન બીજા કામોમાંથી નવરું પડ્યું હોય ત્યારે તે આકૃતિઓ પિતાને લગતા વિચારોમાં તે મનુષ્યને દરવે છે અને તે સબુણને લગતાં જ કાર્ય હેની પાસે કરાવે છે. “સરખા વિચારે છે કે બીજા પ્રતિ આકર્ષાય છે,” આ નિયમ મુજબ બીજા મનુષ્યોએ કરેલા તેવા જ પ્રકારના વિચારોની આકૃતિઓ પણ આપણી તરફ દોરાય છે, અને આ રીતે આપણને આપણું આ કાર્યમાં ઘણું જ બળ મળતું જાય છે. વળી આ જગતમાં સામાન્ય નિયમ છે કે ચીલે ચાલવું હેલું છે. આ નિયમ વિચારેને પણ એક સરખી રીતે લાગુ પડે છે. જે બાબત આપણે આજે વિચાર કર્યો હોય તે બાબતનો વિચાર કરો કાલે બહુ સહેલો લાગે છે. અને ત્રીજે દિવસે તે કામ વળી વિશેષતર સહેલું બને છે. | માટે જે હમે કોઈ બાબતને મન સાથે દ્રઢ નિશ્ચય કરી તે કામ આરંભશે તે આ પ્રમાણે હમને અનુકૂળતા થઈ જશે. તાવેતર ઉપનિષદમાં લખ્યું છે કે મનુષ્ય જે વિચાર કરે છે તે થાય છે.
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy