________________
સગુણ ખીલવવાને સરલ માર્ગ. ૩ ધ્યાન કરવું,' એટલું કહેવા માત્રથી જ કોઈ માણસ ધ્યાન કરવા દોરવાયા નહિ, માટે આ બાબતમાં અનુભવથી જાણેલી કેટલીક વિગતે રજુ કરાય તે વાચકને જરૂર વિશેષ લામ થયા વિના રહે નહિ. ધારો કે હમે “પ્રેમ”. નામને સદગુણ ખીલવવા માગો છે. હવે પ્રાતઃકાળમાં રહેલા ઉઠી શરીર સ્વસ્થ કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી એકાંતરથાન કે હાં ચિત્ત ખેંચનારા પદાર્થો પણ નહોવા જોઈએ એવા સ્થાનમાં બેસો. પછી મનને બીજા વિચારોમાં ભટકતું બંધ કરી આ પ્રેમના રવરૂપને વિચાર કરવામાં ર. પ્રેમની વ્યાખ્યા શી? પ્રેમ એ શા કારણથી મહાત્મા પુરૂષોનું લક્ષણ ગણાય છે? આ સગુણના પ્રકાર કેટલા? ઉચ્ચ પુરૂષ પ્રતિના પ્રેમને શું કહે છે? આપણું સમાનવય કે ગુણવાળાં સાથેના પ્રેમનું નામ શું? આપણું કરતાં ઉતરતા દરજજાના મનુષ્ય તથા પશુઓ તરફ એ પ્રેમ બતાવાય હારે તે કેવું રૂપ ધારણ કરે છે? અને પ્રેમને દરરોજના જીવન વ્યવહારમાં ખીલવવામાં શી શી અડચણ નડે છે? કઈ સ્વાથી લાગણી હેમાં અંતરાય રૂ૫) નડે છે? તે સ્વાર્થી લાગણીનો અંત શી રીતે આણી શકાય? મહું કોઈવાર
ગુણને પ્રથમ વર્તનમાં મૂકવા પ્રયત્ન કર્યો હતે? હેમાં શું ફળ આવ્યું. હતું? તે પ્રેમ ગુણ ખીલવવાથી શો લાભ? કયા પુરૂએ તે પ્રેમ ગુરુને ખીલવીને પોતાના જીવનવ્યવહારમાં જવલંત મૂતિરૂપે પ્રકટ કર્યો હતે ? હેના પગલે હું ચાલી શકે કે કેમ ? મહારામાં તે પ્રમાણે ચાલવાનું આત્મબળ કેટલું છે ? ચાર ભાવનાઓ અને આ પ્રેમને શે સંબંધ છે ? આ વગેરે અનેક પ્રશ્નો લેઈ હેના સંબંધમાં જુદી જુદી અપેક્ષાએ વિચાર કરો. આ વિચારની ધૂન એટલે સુધી લગાડવી કે તે રસગુણની સાથે તન્મય થઈ જવાય; તે સગુણ આપણું મનના એક ભાગ રૂપ બની જાય, તે સગુણરૂપ જ આપણે બની જઈએ.
એકદમ આ પરિણામ આવી જશે નહિ; પણ હેને માટે પ્રયત્ન કરી શકાય છે. આ પ્રમાણે તે સદ્ગણનું ધ્યાન કરી, “તે સગુણને હું મહારા જીવન વ્યવહારમાં યોજીશ” એવી દર ભાવના સાથે બીજાં વ્યાવહારિક કાર્યોમાં જોડાવું. જેમ મદારી દોરડા પર નાચે છે પણું હેનું મન તે હાથમાંની લાકડીમાં જ હોય છે, જેમાં સ્ત્રીઓ માથે બેડાં સાથે પાણી ભરી આવતી હોય અને પોતાની બહેનપણીઓ સાથે તાલી લેતી હોય, પણ તેઓનું ચિત્ત તે માથાપરના વાસણમાં જ હોય છે, જેવી રીતે ગાય ચરવા જાય પણ હેનું ચિત્ત તે વાછરડામાં જ હોય છે, તે જ રીતે-અને બરાબર એ જ પ્રકારે “પ્રેમ ને હમારું લ બિન્દુ બનાવીને દરેક કાર્યમાં ખુશીથી