________________
૧૬
જેનહિતેચ્છુ.
છે કે “વાર્થના એક રૂપને મહે નાબુદ કર્યું છે ત્યારે તે બીજા રૂપમાં તેટલા જ જોરથી દેખા દે છે.
તથાપિ ધીમે ધીમે, બીજાને મદદ કરવાનો વિચાર મારામાં એટલો બધો વ્યાપી રહેશે કે સ્વાર્થન–હમારી જાતનો વિચાર કરવાને હમને અવકાશ કે સમય જ મળશે નહિ.
બીજી પણ એક બાબતમાં હમારે આ વિવેક ગુણ ખી વિવો જોઈએ છે. અમુક મનુષ્ય અથવા અમુક વસ્તુ હારથી ગમે તેવી ૧ રાબ દેખાય તે છતાં તે મનુષ્ય કે તે વસ્તુમાં રહેલા ઇશ્વરત્વને પારખતાં લખો. હમારામાં અને હમારા જાતિભાઈમાં બન્નેમાં રહેલી એવી કોઈ સામાન્ય વીજ હોય તે તે “દૈવી જીવન’ છે અને તે દૈવી જીવનના સામાન્ય તત્વ મારા હમે હમાસ જાતિભાઈને મદદ કરી શકો તેમ છે. હેનામાં તે દેવી જીવન જાગૃત કરતાં શિખો, હેનામાં રહેલા તે દૈવી જીવનને નામથી હેને અરજ કરતાં શિખે; આ રીતે હમે હમારા જાતિભાઈને અશુભ માર્ગથી બચાવી શકશે.
દ્વિતીય ચોગ્યતા.
મહાન ગુરૂના ચરણારવિંદમાં પહોંચવાને જે ચાર ગ્રતા સંપાદન કરવી જરૂરની છે તે ચારમાંની બીજી યોગ્યતા તરફ હવે આ પણે ફરીશું. તે બીજીનું નામ “ઈચ્છારહિતપણું, “વૈરાગ્ય” અથવા “નિરિક ભાવ’ છે.
આ જગતમાં ઘણું પુરૂષો એવા છે કે જહેમને નિરિચ્છક ભાવ અથવા ઈચ્છારહિતપણાનો ગુણ પિતામાં ખીલવવાનું કામ ઘણું જ મુશલ લાગે છે. આ મુશ્કેલી લાગવાનું કારણ એ છે કે તેઓ એમ માનતા હોય છે કે અમારી ખાસ ઈચ્છાઓ, અમારે રાગ અને અમારે દ્વેષ એ લું જે અમારામાંથી લેઈ લેવામાં આવે તે પછી “અમે રહ્યા જ ” તેઓ “આત્મા ” અને “ઈચ્છા” એ બેને એક માને છે !
આવા પુરૂષો કોણ હોય છે ? જહેમણે મહાન ગુરૂને જોયા નથી તેવો જ માત્ર. પરતુ મહાન ગુરૂની હાજરીમાં આવતાં જ એવી સઘળી ‘ઈ ’ અદશ્ય થાય છે, માત્ર તે ગુરૂના જેવા થવાની ઇચ્છા જ ટકી રહે છે.