________________
જેનહિતેચ્છ
માસિક પત્ર.
પુસ્તક ૧૩ મું ]
સપ્ટેમ્બર,
1 [ અંક ૮ મો.
-
-
સણ ખીલવવાનો સરલ માર્ગ,
(લેખક–રા. મણિલાલ નભાઈ દેસી B. A. ) As a man thinketh, he becometh, A man is crcature of reflection.
Upnishad
જી
નુષ્ય સ@ણી થવું અથવા નીતિમાન થવું એ બાબત કેટલી અગત્યની છે તે જણાવવાની જરૂર નથી. અનેક વિદ્વાનોએ, અનેક તત્ત્વજ્ઞાનીઓએ, અનેક જનહિત ચિંતકોએ સદ્ગુણ ખીલવવાના વિવિધ માર્ગ જ્યો
છે. આપણે તે સઘળાના એક યા બીજી રીતે આભારી છીએ. કોઈએ દુર્ગુણના દોષે બતાવી દુર્ગુણથી દૂર રહેવા ફરમાવ્યું છે; કેઈએ સદ્ગણોના લાલ બતાવી તે પાળવા ઉપદેશ આપ્યો છે. કોઈએ નરકની અહીકથી દુગુણ ટાળવાને બોધ આપ્યો છે, કોઈએ આવતું સુખ મેળવવા માટે સદગુણની જરૂર જણાવી છે. આમ અનેક અનેક રીતે વિદ્વાનોએ પિતાના અનુભવ અને જ્ઞાન પ્રમાણે આ અગત્યના પ્રશ્નનો નિવેડો આણવા પ્રયત્ન કર્યો છે, અને મનુષ્યજાતિ અત્યારે જે આગળ વધેલી છે, તે આવા પારમાર્થિક પુરૂષોના ઉપદેશને આભારી છે, એમ સર્વ કોઈ કબુલ કરે છે. આજે આપણે કાંઈ જુદોજ માર્ગ ગ્રહણ કરવાને છે. સગુણ ખીલવવા માટે કાંઈક હેલી પણ ચેકસ ફળવાળી જના રજુ કરવા આ લેખકને વિચાર છે.