________________
બાચકા ભરવાથી મનની મર્યાદિત શક્તિ ખર્ચાઈ જશે અને હમારા ઈચ્છિત કાર્ય પાછળ ખર્ચ કરવાને હેનામાં તાકાદ રહેશે નહિ,
શરીરને તનદુરસ્ત રાખજે, સાથે મનને પણ નિરોગી અને વ્યવસ્થિત રાખજે. શરીર મજબુત હશે અને મન રોગી હશે તે હમે દુનીઆન “પાપ” રૂપ થઈ પડશો. અને જે મન બળવાન થશે પણ શરીર રેગી હશે તે મનના કૂદકાથી શરીર તૂટવાનું જ. આ છેલ્લો સિદ્ધાંત ખાસ સમજવા જોગ છે. માણસનું શરીર માટી સ્ટીમરની સાથે સરખાવી શકાય તેવું છે. સ્ટીમરની ઍજીનવાળી કોટડી એ જ માણસનું મન છે. ' એની પછી વરાળને જ રહેવાની જગા છે, એ જ માણસનું ચૈતન્ય છે કે જે ચૈતન્ય સ્થૂલ રૂપે ગતિ કરવા ઈચ્છે છે. પેલા વરાળના જથાભાથી ધીમે ધીમે વરાળ એજીનવાળી કોટડીમાં આવે છે અને સચાઓને ચલાવે છે, અને એ થોડાક સંચાઓ. આખી સ્ટીમરને ગતિ આપે છે. તેમજ ચૈતન્ય પ્રથમ મગજમાં પ્રકટ થાય છે અને મગજ શરીરને દોરે છે. હવે હમે જીનીયરને પૂછેઃ તે કહેશે કે જીનવાળી કોટડીમાં કાંઈ પણ અવાજ ન થાય એ બાબત હું ઘણી જ કાળજી રાખું છું. કારણકે બરાબર ચાલતા સંચા કર્કશ અવાજ કરતા નથી–શાંતપણે જ ચાલે છે. તમે પ" હમારા મગજને અવાજ ન કરવા દેશો-ગરબડ-ધાંધલ ન કરવા - દે; શાન્ત મન જ સૌથી વધારે સારું કામ કરી શકશે. ' હાથમાં જે કાંઈ આવ્યું તે વાંચ્યું; રસ્તામાં જે કોઈ મળ્યું હેની સાથે વગર સ્વાર્થની વાત કરવા માંડી; જે કાંઈ જણસ જોઈ હેને નીહાળવા અને તે માટે શિરડી કરવા માંડીઃ આમ મનને ઘડી પણ શાન ન મળવા દેવી એ મહેટી ભૂલ થાય છે. કામ જેટલું કામ કરે; પણ કામ ન હોય એવા વખતે મનને તદન શાન્ત રહેવા દે, મહાવીરના ચરણમાં એને સુવાડી દે. ગઈ કાલની કે આવતી કાલની પણ એને ફિકર ન કરવા દેશો.
“ શ્રદ્ધા” ને આ જ મુખ્ય લાભ છે. “ શ્રદ્ધા ” વાળા માણસ કાંઇ પ્રમાદી કે નિરૂધમી નથી બેસતે. તે પ્રથમ તે સઘળી યોજના વિચારપૂર્વક તૈયાર કરે છે અને પછી તે પ્રમાણે કામ કરીને મહાવીરના ચરણે પિોઢે છે. -- એને સારા કે ખોટા પરિણામને વિચાર સરખો પણ થતો નથી. એ શાત મન સાથે પિઢેલા, મહાવીરના શ્રદ્ધાળુ ભક્તની “સાંચાવાળી ઓરડી’ એ લે મન બીજે દિવસે પુર ઉત્સાહથી કામ કરવાને તૈયાર થાય છે. - વરાળ એથવા સુખ અને ચૈતન્ય ” ને જ એની “સંચાવાળી કેટડીમાં આવ્યાજ કરે છે અને તે (આ લોકમાં વસવા છતાં) અખંડ સુખી-એકાંત સુખી બને છે.