________________
માત્ર કસરત વડે, દરેક વ્યાધિ મટાડવાનું શાસ્ત્ર. રહે
(રર) સીધા ઉભા રહી, માથાને ગોળ કુંડાળામાં ધીમે ધીમે ફેરવવું. શરીર તદન શાંત અને સીધું રાખવું, પણ માથાને ગોળ ફેરવવું, પહેલે જમણી બાજુએથી ડાબી તરફ ને પછી ડાબી બાજુથી જમણી તરફ એમ ૪ થી ૫ વખત કરવું.
સંયુક્ત હીલચાલ. આ કસરતમાં હાથ, પગ, માથું, કમર વગેરે સર્વ સાથે વાળવાથી બેઠક મારવાથી દમ ખેંચવા વગેરે હિંદી તાલીમમાં જેવી રીતે કસરત કરવામાં આવે છે તેમ શરીરને વાળવાથી ઘણુંક દરદ તથા શરીરના અવયવની ખોડખાંપણો દુર થાય છે.
(૨૩) પગના અંગુઠા અને હાથની હથેલી જમીનને લગાડી બાકીના આખા શરીરને જમીનથી અલગ કરવું. પછી ધીમે ધીમે હાથ વચ્ચે ઘૂંટી” માંથી વાળીને પાછા સીધા કરવા.
(૨૪) બેસીને ઉભા રહીને અથવા સુતા સુતા દમ અંદર ખેંચી પેટને વળગાડી દેવું અને તરત પાછું ફુલવવું, એમ ૪ થી ૬ વખત કરવું. ગમે તેવી થાક, ગમે તેવી બીક અને ધાસ્તી, ગમે તેવી નાતવાની, સર્વે એમ કરવાથી નાબુદ થઈ મુડદાને મરદ બનાવે છે !
* (૨૫) જમીન ઉપર બરડે ટેકીને સુવું; પછી એક પગ ધીમે ધીમે જેટલું બની શકે તેટલો ઉંચો કરે; પછી બીજે કરે એમ ૩ થી ૧૦ વખત અવારનવાર એક પછી એક પગ ઉંચો કર.
(૨૬) બીછાનામાં અડધા પગ જમીન તરફ ઝુલતા રાખી સુવું અને પછી કમરને બીછાનાથી સહેજ ઉંચકી અલગ રાખવી.
(ર૭) બીછાનામાં જમણી અથવા ડાબી બાજુ ટેકવીને સુવું; પછી એક હાથે ટેકે દઈ ફક્ત પગ બીછાનાને અઢેલી રાખી, આખું શરીર બીછાનાથી અલગ કરવું.
(૨૮) તાલીમ કરનારાઓ છાતી ખીલવવા તથા દમ ઘુંટવા દમ મારે છે તેમ દમ મારવા તથા બરડાના કાઠાને ખુબ વાળ.