________________
૨૮
જેન હિતેચ્છુ.
. કમરની કસરતે. - ( ૧૬ ) સીધા ઉભા રહી પગને મજબુત ઠેરવી, કમરે હાથ દઈ કમરને આગળ તથા પાછળ વાળવી; છાતી બહાર રાખવી; એમ ૫-૧૦ વખત કર્યા પછી કમરને બદલે, ગરદન પર બેઉ હાથ રાખી, કમરને આગળ તેમજ પાછળ ખુબ વાળવી તથા દરેક હીલચાલ વખતે જરાવાર કમરને પાછળ વાળેલી રાખવી. વળી બીજી વખત માથાપર બેઉ હાથ રાખી, પગ પિળા કરી કમરને વાળવી, પછી માથા પર હાથ ઉંચા કરીને તથા એક પગ આગળ પાછળ રાખીને કમર આગળ તથા પાછી વાળવી. એવી રીતે દરેક બાજુથી કમરને ૫ થી ૧૦ વખત દરેક રીતે વાળવી. : ( ૧૭ ) સીધા ઉભા રહી જમણી બાજુ કમર વાળવી, એવી રીતે કે જમણા હાથની આંગળાં જમણા પગની છેક હેઠે ઘુંટીને લાગે. તેમજ ડાબી બાજુ કરવું.
(૧૮) સીધા ઉભા રહી શરીરને ઉપલે ભાગ કમર સુધીને, પગ ખસેડ્યા વગર દરેક તરફ વાળવો.
(૧૯) એક પગપર ગુટણીએ પડો, બીજો અડધે વાળી, હાથ માથા તરફ ઉંચા ધરી, કમરને વાળવી. એમ અવારનવાર ડાબા-જમણી ગુઠણ પર બેસીને ૪ થી ૫ વખત કરવું. આ કમરની કસરતે આખા શરીર માટે ઘણી જ ઉપયોગી છે. મસા, અજીર્ણ, ક્ષય, કમરનાં દરદ, ગુરદાનાં તથા આતરડાંનાં દરદો તથા બરડાની કરેડ અને શરીરના લેહીને ફેલાવાને બરોબર કરે છે તથા પિત્તવિકારને તેડે છે.
માથાની ક્સરતે. (૨૦) તદ્દન સીધા, છાતી બહાર કહાડી, ઉભા રહેવું અને માથાને ધીમે ધીમે છાતી તરફ નીચું કરવું. પછી બરડા તરફ, પછી જમણી તરફ અને પછી ડાબી બાજુ, એમ ચારે દિશાએ વાળવું. દરેક હલચાલ ૩ થી ૪ વખત કરવી.
(૨૧) ઉપર પ્રમાણે માથાને જમણી તથા ડાબી બાજુ વાળવું, પણ ગરદન તદન સીધી રાખવી; ગરદનને વાળવી નહિ. ફકત ઓપરીને જ બની શકે તેટલી નમાવવી,