________________
માત્ર કસરત વડે, દરેક વ્યાધિ મટાડવાનું શાસ્ત્ર. ૨૭
પગની કસરતે. ( ૧૦ ) સીધા ઉભા રહી જમણે પગ જેટલો બની શકે તેટલે જમણી બાજુ અને ડાબો પગ ડાબી બાજુ એમ અવારનવાર ૩ થી ૧૦ વખત લંબાવવો.
(૧૧) નં. ૧૦ માફક જ કરવું, પણ દરેક પગ પેટની સામે લંબાવવો અને ધીમે ધીમે પાછો નીચે કરે.
(૧૨) ઉપર પ્રમાણે જ કરવું, પરંતુ પગ લંબાવ્યા પછી ઘુંટણમાંથી વાળવા, એમ ૫ થી ૧૦ વખત કરવું. છેડતી બહાર રાખવી અને બન્ને હાથ માથા ઉપર જોડેલા ઉપર લઈ જવા.
નં. ૧૧ તથા ૧ર વાળી કસરત પગને મજબુત કરી, પેટ માંહેના ભાગને જોર આપે છે તથા તે જગ્યામાં લેહીને સારી રીતે ગતિમાન કરે છે. કબજીઆત ઉપર આ કસરત અકસીર છે. .
(૧૩) એક પગ ઉપર ઉભા રહી બીજા પગને આગળ તથા પાછળ ખુબ ઝાટકીને હલાવો. એ વખતે બન્ને હાથ ગરદનના પાછલા ભાગમાં દાબી રાખી છાતી ખુબ બહાર કહાડવી. અથવા તો એક હાથે ગરદનને પાછળથી પકડી રાખી, બીજા હાથે ટેબલ કે ભીંતને ટેકે રાખી, શરીરને સમાન સ્થિતિમાં રાખી, ૫ થી ૧૦ વખત પગને જોરથી ઝાટકવો.
આ કસરત, માથા અને શરીરના ઉપલા ભાગનું લેહી પગ તરફ ખેંચાં લઈ જાય છે, જેથી માથામાંના દુખાવા, ફેફસાના સોજા, ઠંડા પગ વગેરે દરદી મટે છે.
(૧૪) પગની બને એડીને સાથે જોડી જમીનથી અદ્ધર કરવી અને પછી બન્ને પગ ઘુંટણમાંથી અડધા વાળવા ને પાછી સીધા કરવા. એવી રીતે ૧૦–૧૫ વખત ઉઠબેસ કરવાથી કમર તથા આંતરડાને ફાયદો કરે છે.
. (૧૫) બને પગની એડી જેટલી બને તેટલી ઉંચી કરીને પગનાં આંગળાં પર ઉભા રહેવું તથા એક પગલું આગળ, પછી એક પગલું પાછળ એમ હીલચાલ કરવી. પગની એડી જમીનને લાગવા દેવી નહિ.
પગની, ઉપરની કમર ગુરા, પેટ, આંતરડાં તથા લોહીની ગતિને અત્યંત લાભકારક છે,