________________
જેનહિતેચ્છુ.
પ્રેમી' પાછળ મુગ્ધ થયેલી મુગ્ધા પણ ભરચવનમાં છતાં હેની પાછળ નીકળી પડી ભનના પતિ’એ ગ્રહેલે રસ્તે જ રહે છે એ પણ કે ઉરા
પ્રેમ !
ખરા પ્રેમીને-- પ્રેમને પુરત જ જેનામાં પ્રગટ થયો છે તેવા પ્રેમીને નિરાશા કદી અસર કરી શકતી જ નથી. એના પ્રેમી કૃત્યોની ઉલટી નિંદા થાય, એના ઉપર જૂઠાં તહોમતે મૂકાય, એના વિરૂદ્ધ ખટપટે થાય, એના પ્રેમનો પડઘો પડતાં વિલંબ થાય તે તે કશાથી પણ હેને નિરાશા થતી નથી, કારણ કે તે જાણે છે કે પ્રેમના જથા પર તેમજ પ્રેમના પાત્રની ગ્યતા પરઃ એમ બે બાબતે પર વિજયને આધાર હોવાથી વખતે ઇચ્છિત પરિણામ આવવાને વિલંબ પણ થાય.
પ્રેમી માણસ કંટાળતા નથી. પ્રેમ એને હિમત, વૈર્ય અને શક્તિ ધીરે છે.
પ્રેમી માણસ હદ વગરની સીમામાં રહે છે, એને બંધીઆર હવા પસંદ પડતી નથી. અમુક એક પક્ષ, પંથ કે સંધાડે જ એનું પ્રેમપાત્ર ન બનતાં આખું વિશ્વ એનું પ્રેમપાત્ર બને છે અને તે પિતાના મોટામાં , હેટા આત્મભોગથી પણ સંતુષ્ટ બનતું નથી; કારણકે વિશ્વમાં ઘણું કરવાનું બાકી રહે છે એમ તે જાણે છે. તેથી રાત્રે પણ-હારે દુનીઆ ઉઘતી જણાય છે ત્યહારે પણ-અજ્ઞાનમાં ઉધતી દુનીઆના હિત અર્થે પિતે તે કરવા જોગ કામની એજના ઘડ્યા કરે છે અગર હેમાંના કોઈ મદદની તાત્કાલીક જરૂરવાળા જીવાત્માઓ તરફ શુભ ભાવનાઓ મોકલે છે અથવા જે તે શક્તિમાન હોય તે સૂક્ષ્મ શરીરથી હેની મદદે દોડે છે. “પ્રેમી પવિત્રાત્માને મન આખું વિશ્વ બંધુ છે, મદદને પાત્ર છે, પ્રેમને લાયક છે. પવિત્ર તેમજ અપવિત્ર, પુણ્યશાળી તેમજ હીણપુણીઆ, પ્રશંસક તેમજ નિંદક, સર્વ હેના “પ્રેમ”ને હક્ક ધરાવે છે એમ હેનું વિશાળ મન માને છે, તેથી કોઇને પણ હેના તિરસ્કારને ડર રાખવાનું રહેતું નથી. | પ્રેમી પુરૂષ ચર્ચા કરવા નવરો નથી; એને જે કાંઈ સારું લાગ્યું તે રતે એટલું તે કામ કરવાનું હોય છે કે જેમ એને ઘેરવાનું કે ખાવાપીવામાં બચ્ચા રહેવાનું પાલવતું નથી; તેમજ ચર્ચા કે વાદવિવાદમાં મીનીટ ગુમાવવી હેને પાલવતી નથી; તે પછી નિંદા કે બડાઈને તે વિચાર માત્ર પણ હેને કેમ કરી પાલવી શકે ?