________________
પ્રેમ-પ્રેમ–પ્રેમ.
પ્રેમને છળ-કપટની કાંઈ જરૂર જ રહેતી નથી. આખી દુનીઆને જે એના પ્રેમનું પાત્ર માનવાનું હોય તે પછી તે છળ-કપટ કોની સાથે ખેલે? એને તે છળ-કપટ ખેલનારની પણ સેવા” કરવાની છે; એ હેન પ્રત્યે પણ “પ્રેમ” જ બતાવશે, બીજી કોઈ લાગણું નહિ.
“પ્રેમ” ને જ્ઞાન વગર ઘડીએ ચાલતું નથી. જે માતાને પુત્ર કૂવામાં પડી ગયો હોય તે માતાને તે પુત્રને બહાર કાઢવા માટે કે રસ્તે સારામાં સારે એ બાબતના જ્ઞાનની કેટલી બધી જરૂર જણાય છે! કયે રસ્તે હું મહારાં પ્રેમપાત્રોને વધુમાં વધુ મદદ થોડામાં થોડા વખતના ભાગે કરી શકું, કે જેથી બાકીને વખત બીજાં વધુ પ્રેમી કામ પાછળ ખચી શકાય આ જ વિચાર પ્રેમીઓને અહોનિશ આવ્યા કરે છે. તેઓ પોતાના શરીરબળ, મનોબળ, વખત, ભાષા વગેરેના વ્યય બહુજ કરકસરથી કરે છે, કારણકે એ વડે બીજા ઘણું કામ કરવાનાં છે. “એમને હમેશાં અપ્રમત્ત દશામાં રહેવું પડે છે.”
જે “કાંઇ ” ક્રિયા–જે કાંઈ વિધિ–જે કાંઈ શાસ્ત્ર–જે કાંઈ આશ્રમ –જે કાંઈ જગા–જે કઈ મનુષ્ય-જે કાંઈ પદાર્થ-જે કાંઈ બનાવ માણસની અંદર ગુપ્ત રહેલા પ્રેમના બીજને પાણી પાય છે– હેને સુંદર સુગંધીદાર ગુલાબના પુષ્પના રૂપમાં ખીલવે છે તે સર્વ મુબારક હે !
તે “ધર્મ” નથી, તે “ક્રિયા નથી, તે “શાસ્ત્ર” નથી, તે “દેવ” નથી, કે જેનાથી પરમ પવિત્ર–શુદ્ધતમ પ્રેમ ના પુષ્પને ઉખેડી નાખવાનું જ કામ બનતું હોય.
સઘળા “ધર્મ ને, સઘળી ક્રિયાઓને, સઘળાં શાસ્ત્રોને, સઘળા મહાજનોને, સઘળા જપ-તપને મુખ્ય અને એક એક આશય ગુપ્ત રહેલા ધમ પુષ્પને ખીલવવાને અને એનાં પાંખડાને વિકસાવીને આખા વિશ્વ ઉપર સુગંધીમય શીતળ છાયા કરવાનું જ છે.
પ્રેમી આભાઓ! હમને એ શીતળ છાયા પ્રાપ્ત થાઓ !
“સ્થાનક
ટેટર',