________________
નહિતેચ્છુ આપો, સુખ ન આપી શકે તે તટસ્થ રહો પણ દુઃખના કારણભૂત તે ન જ બનશો—ન જ બનશે-મુરબ્બીઓ ! ન જ બનશે.
જુઓ જુઓ, આપણા દાદા મહાવીરને પ્રેમ! આહા તે કેવો નિઃસ્વાથી પ્રેમ હતો! પ્રેમના સાગર તુલ્ય મહાવીર દેવે ગે શાળાને તેને લેશ્યા જેવી વિદ્યા શિખવી હારે તેઓ પોતાના જ્ઞાનબળથી જાણતા તે હતા જ કે ભવિષ્યમાં આ માણસ મહને જ આ વિધાથી પજવનાર છે. તથાપિ મિત્ર તેમજ શત્રુ તેમજ મુસાફરઃ સર્વ ઉપર એક સરખો પ્રેમ ધરાવનાર તે પ્રભુએ દયાબુદ્ધિથી–ઉપકાર બુદ્ધિથી હેને વિધા આપી અને પછી પિતે હેના હાથે અનેક પરિસહ શાંત ચિત્તે સહન કર્યા. શુદ્ધ પ્રેમના ભોકતા કદી કોઈના અવગુણ તરફ જોતા નથી. ગુણી તેમજ અવગુણીને સુખ આપવું એ જ “પ્રેમ” ને મંત્ર હોય છે. અને એ મંત્રને પ્રતાપ આજે ઘણાજ થોડા માણસો જાણે છે. “હૃદયના પ્રેમ ની મુંગી અસર સામા માણસ પર હેલી કે મોડી પડયા સિવાય રહેતી નથી જ અને ગેસાળા જેવા મહાવીરના હડહડતા શત્ર—નિક અને પ્રતિસ્પર્ધીએ આખરે એમ કહ્યું છે કેઃ “હે ભક્તો ! હું ધૂર્ત છું, હું વીરને નિંદક છું, હું બે સાધુના ઘાત કરનારો છું; મહારા જે પાપી શરીરવડે આવા કુકર્મો થયાં છે તે શરીરને કૂતરાના મડદા માફક આખા ગામ વચ્ચે થઈ ઘસડીને હારી નિંદા કરજો !” આવી શુભ ભાવના મલીન શૈશાળાના મનમાં કહાંથી આવીમાત્ર પ્રેમના ખજાના તુલ્ય મહાવીર પ્રેમીની બૅટરીમાંથી નીકળેલા વિ તરવાહે જ ગોશાળાના હૃદય રૂ૫ બૅટરીને શુદ્ધ કરી અને ત્યહાં પ્રેમ ને દી પ્રકટાવ્યો. વંદન છે તે બૅટરીને ! વંદન છે તે બૅટરીને માલેક તેમજ હેનાં પાત્રોને !
એક બીજું દષ્ટાંત. પ્રેમના ખજાના રૂપ મહાવીર પિતાને હેના એક બાળકે-એક નાગે ડંશ કર્યો તે છતાં તે પ્રેમી પિતાએ હેને માટે નિર્દય ક્રિયા તે શું પણ નિર્દય ભાવના પણ ન ભાવતાં અમૃતમય ઉપદેશથી તાર્યો અને સદ્ગતિ પ્રાપ્ત કરાવી. ઝેરી નાગ તરફ પણ પ્રેમ દષ્ટિ રાખવી ? એનું નામ “સાધુતા” હોય, તે પછી માણસ પર- રે સ્વધર્મી પર- રે ઉપકારી પુરૂષ પર ઠેષ બુદ્ધિ રાખનાર-નિંદક ભાવ રાખનાર-બટું ચિંતઃવનાર પુરૂષને “સાધુ” કહીંથી જ કહી શકાય ? એવા સાધુથી પરમાત્મા આ દુઃખથી ખરડાયેલી દુનિઆને બચાવે !