SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તે ઉપરથી, અથવા તે ઘણું સૈકાથી અમુક વિચાર મનાતે આવ્યો હોય તે ઉપરથી, અથવા તે મનુષ્ય જેને પવિત્ર ગણતા હોય તેવા કોઈ પુસ્તકમાં અમુક વિચાર લખાયેલું હોય તે ઉપરથી, તે વિચારને માની બેસતા નહિ. હમારે તે બાબતને હમારી જાતે વિચાર કરવો જોઈએ. અને તે વાજબી છે કે નહિ હે હમારે પિતે તેલ બાંધવો જોઈએ. હજારો મનુષ્ય અમુક વિષય ઉપર મળતા થાય, પણ જે તેઓને તે વિષયનું ખરું જ્ઞાન ન હોય તે તેઓને અભિપ્રાય કિંમત વગરને છે. મહાન ગુરૂના ચરણારવિંદમાં દોરી જનારા માર્ગ ઉપર ચાલવાની જેને ઈચ્છા હોય તેણે પોતાની મેળે વિચાર કરતાં શિખવું જોઈએ, કારણ કે હેમ*_ખોટી માન્યતા એ આ જગતમાં પ્રસરાયેલો મોટામાં મોટો અનર્થ છે, અને એ એક એવું બંધન છે કે જેમાંથી હમારે તે તદ્દન યુક્ત જ થવું જોઈએ. - બીજા લોકો સંબંધીના હમારા વિચારો સાચા હોવા જોઈએ, બીજા લોકોના સંબંધમાં જે બાબતે ૯મે જાણતા ન હો તે સંબંધી હમારે વિચાર કરવો નહિ. તેઓ હમેશ હમારો જ વિચાર કરે છે, એમ પારતા નહિ. જે કોઈ કંઈ કામ કરે અને તે હમને નુકશાનકારક થશે એમ હમને લાગે, અથવા જે કઈ કાંઈ કહે અને તેથી હમને નુકશાન થશે એમ મને લાગે, તે તેવે વખતે એકદમ એમ વિચાર કરશો ન હ કે મહને નુકશાન કરવાના ઇરાદાથી જ તેણે આમ કર્યું છે કે કહ્યું છે ” કદાચ તેણે હમારા સંબંધી વિચાર સરખો પણ કર્યો નહિ હશે; પરણ કે દરેક જીવને પોતાની મુશીબતો હોય છે, તેથી હેના વિચારો મું ચવે તે મુશીબતોને લગતા જ હોય છે. જો કે મનુષ્ય ક્રોધથી હમારી સાથે બોલે તે એકદમ “તે મહને ધિક્કારે છે, તે મહારૂં મન દુઃખવવા છે છે ” એ વિચાર કદી કરતા નહિ. ઘણીવાર એમ બને છે કે કેઈસબસ કોઈ માણસને લીધે કે કંઈ બાબતને લીધે ગુસ્સે થયેલ હોય છે અને તેવામાં હમે મળી આવ્યા, તેથી તે હેનો ગુસ્સો હમારા પર કહાડે છે! અલબત હેનું આ ક્રોધી વર્તન મૂખાઈભરેલું છે; કારણ કે દરેક પ્રકારનો કાધ એ મૂર્ખાઈ છે; પણ તે ઉપરથી હમારે હેને વિષે ખેટ વિવાર કરવા જોઈતું નથી. - જહારે હમે કોઈ મહાન ગુરૂના શિષ્ય થાઓ હારે હમારો અમુક વિચાર સત્ય છે કે નહિ તે જોવા માટે હમારો વિચાર તે મહાત્મા ના * હેમ એજ જેને જેને “મિથ્યાત્વ' કહે છે તે. (Superstition ). .
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy