________________
મહાન ગુરાના વીરપુરાવા
બાબતને વિવેક કરતાં શિખવું જોઈએ. ગરીબનું પિષણ કરવું તે સારું, ઉમદા અને ઉપયોગી કામ છે; પણું હેમના શરીરના પોષણ કરતાં હેમના આત્માનું પોષણ કરવું તે તેથી વધારે ઉમદા અને વધારે ઉપયોગી કામ છે. કોઈ પણ ધનવાન મનુષ્ય ગરીબોના શરીરનું પોષણ કરી શકશે. પણ તેઓના આત્માનું પોષણ તે જ્ઞાનથી જ થઈ શકશે. જે હમે જ્ઞાન મેળવ્યું હોય તો બીજાઓને જ્ઞાન મેળવવામાં મદદ કરવા એ હમારૂં કર્તાવ્ય છે.
હમે ગમે તેવા ડાહ્યા છે, છતાં આ માર્ગ ઉપર હમારે હજી ઘણું શીખવાનું રહે છે. અહીં એટલું બધું શિખવાનું છે કે હેમાં પણ “વિવેકની જરૂર છે; અને શિખવા લાયક શું છે, હે હમારે લક્ષપૂર્વક વિચાર કરવો જોઈએ છે. સઘળું જ્ઞાન ઉપયોગી છે, અને એક દિવસ હમને સઘળું જ્ઞાન મળશે ણ ખરું. પણ હાં સુધી હમારે જ્ઞાનના અમુક ભાગથી જ સંતોષ માનવાને
હાં સુધી તે તે અમુક ભાગ એવા પ્રકારને પસંદ કરવો જોઈએ કે જે હમને સર્વથી વધારે ઉપયોગી થઈ પડે. પરમાત્મા ડહાપણ સ્વરૂપ તેમજ પ્રેમ સ્વરૂપ છે અને જેમ જેમ હમારામાં ડહાપણું વધારે આવશે તેમ તેમ હમારામાં ઈશ્વરત્વ વધારે ને વધારે વ્યક્તિ અથવા પ્રકટ થઈ શકશે. માટે અભ્યાસ કરી; પણ બીજાઓને મદદ કરવાના કામમાં જે જ્ઞાન હમને બહુજ ઉગી થઈ પડે તેવા જ્ઞાનને પ્રથમ અભ્યાસ કરે. ધૈર્યથી અભ્યાસ કરજો; લેક હેમને જ્ઞાની માને એટલા માટે અભ્યાસ કરશો નહિ; તેમજ ડાહ્યા બનવા રૂપી સુખ તમને મળે તેવા ખ્યાલથી પણ અભ્યાસ કરશો નહિ, પરંતુ ડાહ્યા મનુષ્યો ડહાપણર્વક બીજાને મદદગાર થઇ શકે છે એટલા ખાતર અભ્યાસ કરો. બીજાને મદદ કરવાની ગમે તેટલી ઈચ્છા હમને હાય, છતાં જે હમારામાં જ્ઞાન જ ન હોય તે એ બનવા જોગ છે કે હમારા હાથે કેઈનું ભલું થવાને બન્ને નુકશાન થઈ બેસશે.
હમારે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવો જોઈએ; હમારે વિચારમાં, વચનમાં અને વર્તનમાં—દરેક બાબતમાં સાચા થવાને શિખવું જઈએ. પ્રથમ વિચારમાં સાચા થવું જોઈએ; અને આ કામ કાંઈ સહેલું નથી. જગતમાં ઘણા ખોટા વિચારો છે, ઘણું મૂર્ખાઇભરેલા હેમો છે; અને જે પુરૂષ આ વિચારે અને વહેમને ગુલામ બને છે, તે કદાપિ ઉન્નતિ સાધી શકતું નથી. માટે ઘણા મનુષ્યો અમુક વિચાર ધરાવતા હોય