________________
જૈનહિતેચ્છ. "
પ્રેમ અમારામાં હમે કયહાં જે ? પ્રેમ નામનું તત્વ અમુક ત્યાગીમાં છે કે નહિ તે તપાસવા માટે હેને નીચેના પ્રશ્નો પૂછી જુઓ -
(૧) હમે “ ત્યાગ કર્યો હારે હમારાં “પ્રેમપાત્રો ” કોણ કોણ હતાં ? એમને શાત્વત આપીને નીકળ્યા હતા કે કકળાવીને ? કકળાવવું એ પ્રેમ નું લક્ષણ છે કે “સ્વાર્થનું ? “સ્વાર્થ”ના પાયા પર ચણાયેલી સાધુવૃત્તિ અને શરૂઆતમાં ભૂલથી જ ગણવા માંડેલે હિસાબ ઇચ્છીતની પ્રાપ્તિ કરાવી શકે ખરે?
(૨) હમે “ત્યાગ કર્યો વહારે દુનીઆને ધિક્કારને કર્યો હતો કે દુનીઆ પર નિઃસ્વાર્થ પ્રેમ ભાવ હમેશ કરતાં વધારે લાવીને એ દુઃખી દુનીયાને હમારા તરફની કાંઇ વધુ પીડા ન થવા પામે એટલા માટે તથા એને હમે વધુ ઉચ્ચ પ્રકારની સહાયતા કરી શકે એ માટે ત્યાગ કર્યો હતો ? જે કોઈ પણ કાર્યના મૂળમાં “ ધિક્કાર ” નું તત્વ પડ્યું હોય તે તે કાર્ય કદી સારૂ ફળ આપી શકે શું ? જગતને ધિક્કાર્યા સિવાય જ (ઉચ્ચ પ્રેમને પીછાનવાથી ) શું “ ત્યાગ ન થઈ શકે ?
(૩) ત્યાગ શાને કરો:–ઉત્તમને કે કનીષ્ટને? “પ્રેમ” કે સ્નેહ' ને ? ત્યાગ શાને કર –દુનીઆને કે દુનીઆપરના મેહ? જે હમે કહો છો તેમ દુનીઆને ત્યાગ જ કર્યો હોય તે જે ગામમાં હમે વિચરે છે તે જગા દુનીઆ બહારની છે શું? તે જગામાં ધન છે, સ્ત્રી છે, વૃક્ષ છે, સર્વ કાંઈ છે. પણ હમે હે હમારૂં નથી ગણતા એને–એ માન્યતાને–એ મનની સ્થિતિને જ “ત્યાગ ” કહેવાય છે, તે હું હમને પૂછું છું–શું હમે ધનથી ખરીદાતું કાપડ, પુસ્તક વગેરે વાપરતા નથી? મનુષ્યોથી વાતચીત કરતા નથી! કહો હમે દુનીઆ કહાં ત્યજી છે?
(૪) શ્રી બલભદ્રજીએ કોઈ સ્ત્રીને એમ નહોતું કહ્યું કે, “ હું કે રૂપાળો છું? હું હમને પસંદ પડું ખરે કે વારૂ ?” એવું કાંઈ ઢાંકવા સ્વાર્થનું પણ વચન નહોતું કર્યું અને હમે તે હમેશ કહે છે કેઃ “હું કે ઉત્તમ સાધુ છું ? હું કે વિદ્વાન છું ? હું કે તપસ્વી છું ? વહોરવાના બારીક નિયમો પાળનાર મહારા જેવો કોઈ ક્રિયાપાત્ર મુનિ કઈ પ્રાંતમાં બતાવો ? હે શ્રાવકો ! હમે મહને ગુરૂ ધારો, મહારા સિવાય બીજાને માનતા-પૂજતા નહિ, મ્હારા પક્ષના સાધુ સિવાય કોઈને ભાન-પાન કે ઉતારે આપશો નહિ. મહારા સિવાય બીજાના માનમાં