________________
પ્રમ–પ્રેમ-પ્રમ. મૃગે–તે જાનવર ધાર્મિક કોઈ જાતની વિધિઓ અથવા ક્રિયાઓસામાયિક–પ્રતિક્રમણ–તપ વગેરે– કર્યાનું આપણે સાંભળ્યું કે વાંચ્યું નથી. એનું દેવલોક તે પ્રેમ ની કિમત તરીકે જ મળ્યું હતું
કવી વર્ઝવર્થના શબ્દો કેટલા સત્યની નજદીકમાં છે. તે કહે છે:
જેઓને પ્રેમ દરેક ક્ષણે બદલાતી બાહ્ય સુંદરતા પર આધાર રાખે છે તેઓની આશા નિષ્ફળ જવાની. પરંતુ જેઓના હૃદયને બાહ્ય કે વ્હારથી જરા પણ અસર થતી નથી તેઓના હૃદયમાં એક જાતનું અમર પુષ્પ “ઉગે ” છે, કે જે પુષ્પ જમીન પર ઉગવા છતાં સ્વર્ગીય વાતાવરણનો આસ્વાદ લે છે.”
આ અલંકારીક ભાષાને સમજનારા પિતાની મેળેજ હેનું રહસ્ય સમજી લેશે. વધારે સ્પષ્ટ કરી બતાવવા જતાં એનું લાલીત્ય છેદાઈ જવાની ધાસ્તી રહે છે.
શ્રી બલભદ્રજીની આ ઐતિહાસિક તેમજ શાસ્ત્રીય (માટે તદન માનવા ગ) કથામાંથી આપણે શું શિખવાનું છે? બલભદ્રજીને અલોકીક-દૈવી પ્રેમ આપણે સંપૂર્ણ કાળજીપૂર્વક શિખવાને છે. પોતાના રૂપથી-પિતાની ઇચ્છા વિરૂદ્ધ પણ કોઈને નુકશાન થતું એ તે પ્રેમી પુરૂષથી સહન થઈ શક્યું નહતું: પિતે કોઈના પણ દુઃખનું કારણુ-ગમે તેવી આડકતરી રીતે પણ–થાય એ તે “ભ્રમર” થી ખમાયું નહિ. કોઈને તેઓ ખોટે ઉપદેશ કરતા નહિ એટલું જ નહિ પણ એમ કરવાને સંક૯પ માત્ર પણ એમના પવિત્ર મગજમાં કદી પ્રવેશી શકતે નહિ. તે છતાં કોઈ પણ રીતે પોતે બીજાના અધઃપતનના કારણભૂત થઈ પડે એટલુંએ એમને અસહ્ય લાગ્યું. આ તે પ્રેમ! આ તે “સ્વ” ના ભાગે “પર” નું હિત જાળવવાની વૃત્તિ અથવા તે “દૈવી પ્રેમ’ ! મા ખમણના પારણે પણ આહાર નિમિત્તે પણ વસતીમાં ન આવતાં જંગલમાં નીભાવી લેવું એટલે અંશે સ્વાત્મભોગ આપનારા પુરૂષો કેટલા થોડા હશે ?
. આજે આપણે ધર્મધર્મની ગર્જના કરીએ છીએ; પણ પ્રથમ પાયો “પ્રેમ” જ આપણે મેળવી શક્યા નથી. “ગૃહસ્થ ” વર્ગની તે શું વાત કરવી, ખુદ અમે “ ત્યાગી ” જ કેટલા “પ્રેમી ” છીએ તે તપાસો. બીજાના હિત માટે પિતાનું સર્વસ્વ-અરે ખુદ શરીર પણ સીરાવી દેવું-જગહિતના યજ્ઞમાં હોમી દેવું એનું જ નામ “પ્રેમ” હેય તે તે