________________
પ્રેમ–પ્રેમ પ્રેમ.
૧૩
જુદું રૂપ પકડે છે, કોઈમાં તે ઉદ્ધતાઈ અપે છે તે કઈમાં ગંભીરતા આપે છે.
જેટલે અંશે પ્રેમમાં ન્યુનતા તેટલે અંશે મનુષ્યત્વમાં એછપ સમજવી. શાસ્ત્રમાં કહેવાયેલી શ્રી બલભદ્રજીની કથા આપણને મનુષ્ય તેમજ જાનવરમાં હયાતી ધરાવતા “પ્રેમ” નું ઉચ્ચ સ્વરૂપ સમજાવવાની શક્તિ ધરાવે છે.
શ્રી કૃષ્ણના મૃત્યુ પછી બલભદ્રજી સંસાર છોડી માસ ભાસખમણનાં પારણાં કરતા હતા. એકદા ભાસખમણ એટલે એક માસના ઉપવાસને પારણે તેઓ તુંગીયા નગરીમાં આહાર લેવા ગયા. આહાર લેઈ પાછા ફરતી વખતે એક કુવાના કાંઠા ઉપર પાણી ભરનારી સ્ત્રીઓની દષ્ટિ હેમત ઉપર પડી અને આ મહાત્માના મનોહર રૂપને લીધે તેઓ હીત થઇ. એક સ્ત્રી તે મોહક શરીર નીરખવામાં એટલી તલ્લીન થઈ ગઈ કે ઘડાને બદલે પોતાના બાળકના ગળામાં દેરડાને ફોસો નાખી (પાણી ભરવાની ઈચ્છાથી) હેને કુવામાં ઉતારવા માંડયો. મુનિએ આ ગજબ જોતાં જ પેલી સ્ત્રીને ચેતવી પરંતુ તે દોરડું ગળામાંથી દૂર કરવામાં આવે તે પહેલાં તે તે કુમળું ફૂલ છેલ્લા શ્વાસ લઈ ચૂક્યું હતું.
એ હો! મહારા રૂપથી–મહારા કારણથી આ બાળકનો નાશ થયે ? હારી હયાતી-મહારું જીવન-મહારૂં અસ્તીત્વ બીજાઓને અશાતા ઉપજવા માટે છે ? જે રૂપથી હારી આટલી બધી પુત્રીઓના માનસિક શીલને ઈજા પહોંચે છે તે રૂપને મહારે શા માટે મહારું કરી રાખવું ? જગતના કોઈ પણ જીવને મહારી ખાતર કઈ જાતનું કષ્ટ પડે એ હું જોઈ શકીશ નહિ. હું આજથી નિર્જને જંગલમાં જ પડ્યો રહીશ, કે જેથી કોઈને પણ હું શારીરિક કે માનસિક ત્રાસનું કારણ બને એવો સંભવ જ નહિ રહે. આહાર લેવા પણ હું જંગલબહાર જઈશ નહિ; નહિ મળે તે શરીરને ભૂખ્યું રાખી આત્માને પિષવાને ઉધમ કરીશ.”મહાત્માએ મન સાથે નક્કી કર્યું.
. પરંતુ શું આ ઉગ્ર પ્રેમ--વાર્થને જેમાં પડછાયો માત્ર પણ ન હોય એ શુદ્ધતમ પ્રેમ-અમિત્ર પ્રેમ કદી પ્રતિધ્વનિ પાડયા સિવાય રહી શકે? જંગલમાં જંગલી જાનવરો એ મહાત્માના પ્રેમનો જવાબ પ્રેમથી આપવા લાગ્યા; એ જંગલી જાનવરમાં છૂપા રહેલા પ્રેમ તવને આ મહા બાના જીગરમાંના પ્રેમે હચમચાવીને જગાડ્યું- પ્રકટ કર્યું.