SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ હમે હમણાં શું કામ કરીછે ? : નહિ પશુ મ્હારી હયાતી બાદ પણ હમાને એ પૈસા મળ્યા કરે તે સારૂ જેના વ્યાજમાંથી પચાસ રૂપિયા ઉપજે તેટલી રકમ હુ એડકમાં અલગ મૂકવા ધાન્ધુ, અને મ્હારી તથા હમારી હયાતી બાદ એ પૈસા યુનિ વર્સીટીને અથવા ગુજરાત વર્નાક્યુલર સેાસાયટી જેવી કોઇ મ`ડળીને સોંપાય અને હેના વ્યાજમાંથી · એકડા ઉપર મીડાં હડાવવાનું કામ ’ કરનાર માણસને ઘણાં વરસા સુધી પગાર મળ્યા કરે, એવા ખદેોબસ્ત કરવા ઇચ્છું છું. શું મ્હારા જેવા સારી સ્થિતિના માણસ હમારી પાસે મફ્ત કામ કરાવશે? એમ કદી પણુ અનેજ નહિ. એવી રીતે કામ કરાવવાના વખત તેા ગયા અને એવી રીતે કામ કરનાર તથા માણસા પણ ગયા; હવેના વખતમાં તા દરેક માણસને હેની મહેનતને વ્યાજબી બદલો આપવા જ જોઇએ, અને તે પણ જરા નમતા ઝમતા બદલેા આપવા જોઇયે; તેા જ સારૂં કામ થઇ શકે. કરાવનારા મ્હારા ધનવાન ભલા મિત્રની આ યેાજના મ્તને બહુ પસંદ પડી, કારણ કે આવી જાતનું કામ કરવા ખાસ મ્હારી મરજી હતી, પણ સાધનાને અભાવે બીજી હલકા પ્રકારની નોકરી કરવી પડતી હતી. ખીજાં એ કે હું સારા સારા માણસા તથા મ્હોટા મ્હોટા માણસોને મળવા હળવા જાઉ મ્હારે મ્હારી સ્થિતિ આડી આવતી હતી, કારણ કે કોઇ વખત કોઇને કાંઇ આપવું જોઇએ, કોઇને કાંધે મદદ કરવી જોઇએ, કોઇની સરભરા રાખવી જોઇયે, કોઈને સારાં મકાન તથા નોકર ચાકરની સગવડ આપવી જોઇએ, કાઇને ગાડી ભાડાની ટીકીટા આપવી જોયે અને કાઇને પુસ્તકો કે કપડાં વગેરે. આપવું જોઇએ; પણ તે બધું મ્હારાથી બની શકે તેમ નહતું, અને આ શેઠથી તે! એ બધું બની શકે તેમ હતું, કારણ કે તે લખપતિ હતા અને હેમની વાર્ષિક આવક પણ બહુ સારી હતી, એટલે આવાં ખાતાં પાછળ દર સાલ પાંચ દશ હજાર રૂપિયા ખરચવા માગે તે તે ખરચી શકે તેમ હતા. કારણ કે તે એમ કહેતા કે મ્હારા બાપા સુધારાના પવનમાં પૈસા ખરચતા, મ્હારા દાદા મૂર્તિપૂજામાં પૈસા ખરચતા, હેના ખાપ નાતા જમાડવામાં પૈસા ખરચતા, હેના બાપ સાધુ સતને સદાવ્રત આપવામાં પૈસા ખરચતા અને હેના ખાપ યજ્ઞ કરવામાં પૈસા ખરચતા, આવી રીતે ઢસા વરસ થયાં અમારા બાપદાદાએ જૂદાં જાદાં કામેામાં પાતપાતાના શાખ પ્રમાણે પૈસા ખરચતા આવ્યા છે.
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy