________________
જેનહિતેચ્છુ. તેઓએ તેઓના વખતમાં દેશ કાળ પ્રમાણે, આજુબાજુના સંજોગો પ્રમાણે અને પિતાના શોખ પ્રમાણે પૈસા ખરચેલા છે, તેમજ હ પણ હાલના દેશ-કાળ પ્રમાણે અને મહાર શોખ પ્રમાણે મહારા પૈસા ખરચવા ઈચ્છું છું. એ માટે મહું ઘણુ વખત સુધી બહુ મજબુતીથી ઉંડા ઉતરીને વિચાર કરે છે, અને હેમાં મહને એમ લાગ્યું છે કે, જુદી જુદી સાંકળોની કડી જોડવામાં એટલે કે એકડા ઉપર મીંડાં રહડાવવામાં, જે પૈસા ખરચવામાં આવે તે પૈસા જ સાર્થક થયેલા ગણાય છે. આમ લાગવાથી તે ગૃહસ્થ દર વર્ષે પાંચ હજાર રૂપિયા એ ખાતે ખરચે છે, તેથી એને ત્યહાં પ્રસંગોપાત ઘણું જાતના ગુણ માણસો મળ્યા કરે છે, અને જુદા જુદા દેશના અજાણ્યા માણસોને એક બીજાની સાથે ઓળખાણ કરવાની અને હેમાંથી પરિણામે કાંઇક લાભ મેળવવાની હેમને ત્યાંથી તક મળે છે. જેમકે, ધનવાળાઓને ધન ખરચવાનાં ઠેકાણું મળે છે, કામ કરવાવાળાને કામ મળે છે. બુદ્ધિવાળાઓની બુદ્ધિને સદુપયેગ થાય તેવાં સાધન મળે છે, ઉછરતા ન્હાના કુમળા છોડીને પિષણ મળે છે, આશા ભરેલા ઉત્સાહી જુવાનીઆઓને પિતાના રસ્તામાં આગળ વધવાને ટકે મળે છે, કારીગરોને પોતાની ચતુરાઈ બતાવવાની તક મળે છે, ગુણીજનેને પોતાના ગુણો બહાર પાડવાનાં મેદાન મળે છે, શરીરબળવાળાઓને પિતાનું બળ બતાવવાની તથા વધારવાની તક મળે છે, સારી દવાઓ જાણનારને હેની મહેનતને બદલે મળે છે, અને કદર ન થવાથી જે બાપડા ગુણીજનો અંધારામાં પડયા રહેલા હોય અને ગરીબીમાં રીબાયા કરતા હોય તેઓને પિતાની સ્થિતિ સુધારવાની તથા બહાર પડવાની તક મળે છે; કારણકે આ જગતમાં વસ્તુઓની ખોટ નથી, કામ કરનાર માણસોની ખોટ નથી, પૈસાની ખોટ નથી અને બુદ્ધિની પણ ખોટ નથી; એ બધું જરૂર જેટલું જગતમાં છે, છે, ને છે જ; પણ એ બધી વસ્તુઓ હાલમાં જુદે જુદે ઠેકાણે પડેલી છે, તેથી જેને ધન જોઈએ હેને ધન મળતું નથી, જેને કામ જોઈએ હેને કામ મળતું નથી અને જેને વિધા જોઈએ હેને વિધા મળતી નથી, માટે એ બધી વસ્તુઓ જેને જોઈએ હેને મળી શકે એવી તજવીજ કરી આપવી હેનું નામ એકડા ઉપર મીંડા હડાવવું છે.
આ કામ કેવી રીતે થાય એમ હમે પૂછો તે હેના જવાબમાં હુ કહીશ કે, હું જુદે જુદે ગામેગામ ફરૂંછું અને હાં જાઉં ત્યહાં મહાર