________________
હમે હમણું શું કામ કરે છે ?
પછી જેમ જેમ તક મળતી ગઈ તેમ તેમ હું જુદે જુદે ગામ કરવા લાગ્યો, અને હાં જાઉં ત્યહાં મહારી પહેલી તપાસ એ જ કે, આ ગામમાં પરમાર્થી માણસ કોણ છે? ભગત કોણ છે ? હરકળામાં કુશળ કોણ છે? વિદ્વાન કોણ છે? કવિ કોણ છે? મોટા પાયા ઉપર
પાર કરનાર કોણ છે? પરમાર્થનાં કામ કરનારી બાઈઓ કોણ છે? રાજકાજનાં કામમાં ભાગ લેનાર આગેવાન કોણ છે ? અને ખાસ વિચિત્ર કે અદ્ભુત શક્તિવાળો માણસ કોણ છે ? તે જાણવાની હું ખાસ તજવીજ રાખતા હતા અને એવા જે કોઈ માણસો હોય તહેને ખાસ ચાહીને હું મળતું, અને લાગુ રહીને પણ તેઓની “ફતેહની કુંચીઓ” સમજવા યત્ન કરતા, અને એ લેકનાં નામદામ તથા ઠેકાણું મહારી ડાયરીમાં લખી રાખી હારે તક મળે હારે એ જાતના જે બીજા માણસો મળે હેમને તેઓના વિષે ખબર આપતે. આવી રીતે જુદી જુદી સાંકળને એક કડીમાં જોડવાનું કામ હું કરતું હતું, અને એ કામને હું એકડા ઉપર મીઠાં હડાવવાનું કામ” સમજ હતા, કારણ કે હું હારે મહારા વિચારમાં એક જ હતે હારે મહારામાં કોઈ ખાસ બળ નહોતું, પણ મહારા વિચારના બીજા ચાર માણસ હાર મને મળી ગયા, ત્યારે મહારામાં ઘણું બળ આવી ગયું; તેથી મને એમ લાગ્યું કે જે આવી રીતે સરખા વિચારનાં ઘણું માણસો મળી જાય તે હેમાંથી કાંઇક અલૈકિક શક્તિ ઉત્પન્ન થાય, એમાં કાંઈ નવાઈ નથી. તેથી એવી રીતે એકડા ઉપર મીંડાં રહડાવવાના કામને મહું પસંદ કર્યું, અને હેમાં મહેને ફાયદો પણ થયા. જેમકે, જુએને, એક ગરીબ વિદ્વાન માણસ છે; હેને પિતાનાં પુસ્તકો છપાવવા માટે કોઈ શેઠીયાની મદદની જરૂર છે, પણ એવો કોઈ શેઠ હેને મળતું નહાત; બીજી તરફ એક શેઠીયાને પિતાનું નામ કહાડવાની બહુ હોંશ હતી, તેથી એ માટે ઘણા પૈસા ખરચવા તે તૈયાર હતું, પણ હેનામાં જ્ઞાન નહોતું. એ શેઠીયાની સાથે તે ગરીબ વિદ્વાનને મહું મેળવી આપ્યો, તેથી એ શેઠીયાનું નામ પ્રસિદ્ધ થયું અને તે ગરીબ વિદ્વાનને જોઈને આશ્રય મળે; એટલે એ શેઠીયાને મન તે વિદ્વાન મીંડારૂપ થઈ પડયો અને તે વિદ્વાનને મન એ શઠી “માંડા રૂપ થઈ પડે; કારણ કે એક બીજાની મદદને લીધે આ બન્નેની કિસ્મત ઘણું વધી ગઇ. પણ હાં સુધી એ શેઠીયાને તે વિદ્વાન મળ્યો નહોતે તહાં સુધી હેને કઈ બહુ ઓળખતું