________________
હમે હમણાં શું કામ કરી ?
મન
ધર્મના સિદ્ધાંતા, યાગની ચાવીઓ, હુન્નરકળાની ખુખીએ અને દુનિયાના દૂર દૂર ભાગની ઝીણી ઝીણી હકીકતા પણ થોડા કલાકની અંદર અને થાડા દિવસેાની અંદર જાણી શકીએ તેમ છે. અરે ! જો આપણે આપણું જરાક વધારે ખુલ્લુ રાખીએ, આપણા હૃદયના બળને જરાક વધારે મજબૂત કરીએ, આપણી ઇચ્છાશક્તિને જરાક વધારે પ્રબળ કરીએ અને આપણે આપણે! અમૂલ્ય વખત જે તદ્દન નકામી અને ઉલટી ખરાખી કરનારી વાતેામાં ગુમાવી નાંખીએ છીએ તે વખતના જો થોડાક સદુપયોગ કરીએ તો, ભાઇ! જ્ઞાન તેા પૃથ્વીના દરેક પરમાણુઓમાંથી મળી શકે તેમ છે. અરે! મ્હેતે તા એમ લાગે છે કે, ઝાડાનાં પાંદડાંઓમાં જ્ઞાન ભરેલું છે, સમુદ્રની રેતીમાં જ્ઞાન ભરેલું છે, ચંદ્રની જ્યેાતિમાં જ્ઞાન ભરેલું છે, કુતરાના ભસવામાં, ગધેડાંના ભુકવામાં અને બકરાંના એએં કરવામાં પણ મ્હને તે નાન ભરેલું દેખાય છે. વર્ષાદનાં ટીપાંમાં, માટીનાં ઠેકાંમાં, પહાડાના શિખરોમાં, કળતરાના નામમાં, કાયલના ટહુકામાં, મારની કળામાં અને ગામડીયા લોકો રેટ હાંકતે હાંકતે કે દ્વાર ચરાવતે જે દુહા ખેલ્યા કરે છે તેમાંથી પણ મ્હને તે જ્ઞાનજ મળ્યા કરે છે. હુને તે એમજ લાગે છેકે પૃથ્વીના દરેક પરમાણુમાં જ્ઞાન જ ભરેલું છે; પણ આપણે આપણી આંખ એ તરફ ખુલ્લી રાખતા નથી, આપણે આપણા કાન એ તરફ ખુલ્લા રાખતા નથી અને આપણે આપણું અંતર એ ખાખત તીક્ ખુલ્લુ' રાખતા નથી, તેથી જ આપણે કાંઠ મેળવી શકતા નથી અને નમાલા રહી જઇએ છીએ. કુદરતને ઘેર કાંઇ ખાટ નથી. માટે, ભાઇ ! હમે અજબ થા મા, પણ એમ અજબ થા કે જગતનાં દરેક પરમાણુમાં જ્ઞાન ભરેલું છે છતાં પણ લોકો વ્હેતા લાભ લઇ શકતા નથી, અને પાણીમાં રહેલું માછલું પાણી વિના તરફડી તરફડીને તરસ્યું મરી જાય એ જેવું અસાસકારક છે તે કરતાં પણ આટલી બધી જ્ઞાનની તૈયારીએ છતાં આપણે કાંઇ ન મેળવી શકીયે એ વધારે અજાયબી છે; અને વધારું દિલગીરી છે. વળી આજના વખતમાં જ્ઞાન મેળવવું એ તેા બહુજ સહેલી વાત છે; કારણકે અસલના વખતમાં જેમ માટે જંગલમાંથી લાકડાંના ભારા લાવવા પડતા તેમ આજના વખતમાં કોઇના લાકડાંના ભારા ઉપાડવા પડતા નથી. એ પછી પાછલા વખતમાં જેમ લોક વિદ્યાને છુપાવતા અને કાને કાંઇ કહેતા નહિ અનેે એમને એમ મનમાંને મનમાં જ બધુ` રાખીને મરી જતા અને તેની સાથે
ગુરૂ