________________
જેનહિતેચ્છુ. કિંમત વધારે ને હેને દશ ગણો બનાવે, પછી તે ગણે બનાવે, પછી હજાર ગણે બનાવે, પછી દશ હજાર ગણો બનાવે, પછી લાખ ગણે બનાવે, પછી દશ લાખ ગણો બનાવે, પછી કરોડ ગણે બનાવે અને એમ ઉત્તરોત્તર દશ દશ ગણી કિસ્મત વધતી જ જાય એવાં મિડાંઓની અત્યારે વાત કરું છું.”
આ સાંભળીને અજાયબીની સાથે હવે બહુ ખુશાલી લાગી; કારણકે તે માણસ જે મહાન કામ કરતે હતે હેનું રહસ્ય મહારા ધ્યાનમાં આવી ગયું, તેથી એ માણસ માટે મહને બહુ માન ઉત્પન્ન થયું, એટલે બહુ જજ્ઞાસાથી ને પ્રેમની લાગણીથી હું તેને પૂછયું: “ હમે કોણ છો અને આવું શુભ કામ કરવાનું હમને ક્યાંથી ક્યું એ કહેવાની મહેરબાની કરે.”
તેણે કહ્યું: “હું ગુજરાતના એક નાનકડા ગામડાને ગરીબ પાટીદાર છું. હે માત્ર ગુજરાતી થોડોક જ અભ્યાસ કરે છે, પણ મહને ઈશ્વરકૃપાથી એક બહુ સારા વિદ્વાનનો સંગ મળી ગયો હતો અને હેને વાંચનને બહુ શોખ હતો. પણ પુખ્ત ઉમરને લીધે તથા બહુ વાંચનને લીધે હેમની આંખો જરા નબળી પડી ગએલી હતી, તેથી તે નવી નવી જાતનાં પુસ્તકો હારી પાસે વંચાવતા હતા. અને હેમને હાં હેમના જેવા જ વિદ્વાને આવે હેની સાથે જે જે ઉંચી જાતના વિચારોની ચર્ચા ચાલે તે સાંભળવાને મહને બહુ સારો લાભ મળતું હતું, તેથી નાનપણથી મહારામાં એ જાતના સંસ્કાર બેસી ગયા હતા; એટલે આજીવિકા સાફ કરી ચાકરી કરવી પડે તે કરતે, પણ તેમ છતાં હારે વખત મળે ત્યારે હમેશાં કંઇ નવું નવું વાંચ્યા કરતો હતો, અને જે કઈ પંડિતે કે ગુણીજને મળે, અથવા સભાઓ હોય હાં ભાષણો સાંભળવા હું હાજર થઈ જતા હતો. ધીરે ધીરે એ જાતને મહારે શોખ એક જાતના વ્યસન જે થઇ ગયો; એટલે કે સારી સોબતમાં, ઉંચી જાતના વાંચનમાં અને મહારી પિતાની ઉન્નતિ કેમ થાય અને હું મારા બંધુઓને મદદગાર કેમ થઈ શકે એજ જાતના વિચારોમાં મહારું મન ભમવા લાગ્યું; તેથી ધીરે ધીરે મહારામાં ઘણું જ્ઞાન વધવા લાગ્યું. કારણકે, ભાઈ ! હમને ખબર છે? જે આપણે આપણા હૃદયના દરવાજા જરાક ખુલ્લા રાખીએ તે જે ચાહીએ તે મળી શકે તેમ છે, અરે ! ઈશ્વરની કૃપાથી આજના વખતમાં જ્ઞાન મેળવવાની સગવડ તે એટલી બધી છે કે આપણું ઘરના ખુણામાં બેસીને જાતની છેલ્લામાં છેલ્લી શોધો, ઉંડામાં ઉંડાં રહો, આખી દુનિયાના