________________
હમે હમણાં શું કામ કરે છે ?
૩ લેકમાં જ રહેવાના મહને સંજોગો હતા, તેથી તેઓની એવી કમનશીબ સ્થિતિ જોઈને મને દિલગીરી લાગી અને સુંદર કપડાંમાં ગલીચીપણું ભરેલું હોય તે કરતાં મેલાં કપડાંમાં આવું જ્ઞાન હોય તે કેવું સારું, એમ મહેને ખરા દીલથી લાગી આવ્યું; તેથી આ અજબ શક્તિના ઉતારૂની ઓળખાણ કરવા મહને ઈચ્છા થઈ. મહું હેને પૂછયું: “હમે શું કામ કરો છો ?” તેણે કહ્યું: “હું એકડા ઉપર મીંડાં ચહડાવવાનું કામ કરૂં છું !”
એ સાંભળીને હું બહુ અજબ થયો, હારે તેણે કહ્યું: “સાહેબ! એમાં અજબ શેના થાઓ છો? હાલના વખતમાં તે આપણી પોતાની ઉન્નતિ કરવા સારૂ અને આપણા દેશને મદદ કરવા સારૂ એ જ કામ જ રૂરનું છે; કારણ કે એકડે એકલે હાય હાં સુધી હેની કિમત ફક્ત એક જ છે, પણ હારે હેની ઉપર મીંડું ચડે ત્યારે હેની કિંમ્મત દશગણી વધી જાય છે અને તે એકલે હતે હેને બદલે હેની ઉપર મીંડું હડવાથી તે દશગણો બની જાય છે, માટે હું તે એકડા ઉપર મીડાં હડાવવાનું જ કામ કરૂં છું.”
એ સાંભળીને મહે કહ્યું પણ એકડા ઉપર મીંડું અહડે કેમ? પહેલો એકડે કહાંથી લાવવા અને પછી મીંડું હાંથી લાવવું?”
હારે તેણે કહ્યું: “સાહેબ ! એકડા તે ઠેકાણે ઠેકાણે છે. હમે પણ એકડા છે અને હું પણ એક છું, અને આ બધા બેઠા છે હેમાં પણ ઘણાએ એકડાઓ છે; તેમજ મીંડાઓની પણ પ્રમાણમાં કાંઈ ખોટ નથી. બેશક એકડા કરતાં તે ઓછાં જ છે, તે પણ જરૂર જેટલાં તે તે છે જ. આપણા લોકો જેનામાં કાંઇ માલ ન હોય અને જે કાંઈ કરી શકે નહિ હેને મીંડાં કહે છે, પણ મારી રીતે તેથી ઉધી છે. હું તે એમ સમજું છું કે જેની મદદથી કે જેના સહવાસથી કે જેની દષ્ટિના બળથી કે જેના આશીર્વાદના બળથી કે જેના વચનના બળથી કે જેના લખાણના બળથી આપણુમાં દશગણું બળ આવી જાય, અને આપણી કિસ્મત દશગણી વધી જાય, હેને હું આપણી કિસ્મત વધારનારાં મીંડાં સમજુ છું. જેકે જે નમાલા હોય અને ઉત્તમ મનુષ્ય અવતાર મળ્યા છતાં તથા સારા સાધને મળ્યા છતાં, અનુકુળ તકે મળ્યા છતાં અને યુરોપ, અમેરિકાની તૈયાર શોધોને મફત લાભ મળ્યા છતા, જે કાંઈ પણ કરી શકે નહિ તેવાં મહેતાં મીંડાં તે આપણા દેશમાં હજારો ને લાગે છે જ! પણ એવાં હેટાં મીંડાં સાથે હાલમાં આ પશુને કામ નથી; હાલમાં તે એકડાની