________________
મહાત્મા બુદ્ધ,
રટ
મારી સમીપ આવશે નહિ” આવું ધારી મનુષ્ય દુર્ગુણ વિષે બેદરકાર રહેવું નહિ. ટીપે ટીપે સરોવર ભરાય છે. જે નાના નાના દુર્ગુણ ગ્રહણ કરે તે મુખે આખરે દુર્ગુણોથી ભરાઈ જાય છે.
પર્વતની ઉડી ફાટ અને ચીરામાંના જળ ઉપરથી દષ્ટાંત . થોડું પાણી ખળખળાટ કરતું વહ્યા કરે છે. પણ મહાન સમુદ્ર શાંતપણે વહે છે. ખાલી ચણો વાગે ઘણે ( જે અપૂર્ણ છે તે બહુ ધાંધલ કરે છે.) પણ પૂર્ણ વસ્તુ શાંત હોય છે. મૂર્ખ માણસ અધુરા ઘડા સરખો છે. પણ સુજ્ઞ પુરૂષ સંપૂર્ણ ભરેલા સરોવર તુલ્ય છે.
વિવિધ વેવનો. સર્વ સંજોગોમાં સર્વ મનુષ્યો ભણી ઉદારતા, સભ્યતા, પરોપકાર અને નિસ્વાર્થતા દાખવવી; આ ગુણો ચાલતા રથને પૈડાની ખીલી માફક, જગતને ઉપયોગી છે.
સીગલવાદ.. જંદગી છે ત્યાં સુધી ધન ને મીલ્કત છે. પણ શરીર નાશ પામે છે. ત્યારે તેની સાથે સર્વ મિલ્કત નકામી થાય છે. જ્ઞાન તે દશ હજાર જમાના સુધી ચાલે તેટલી મીલ્કત છે. સુજ્ઞ પુરૂષની અંદગી પછી પણ તેના જ્ઞાનની કાંતિ અમર રહે છે.
જે રાનને ઓપ ચડાવવામાં ન આવે તે તેનામાં તેજ આવશે નહિ અને તેજ વગરનું રન નિરૂપયેગી પત્થર સરખું છે.
જે મનુષ્ય અભ્યાસ ન કરે તે તેને જ્ઞાન મળશે નહિ; અને જે મનુષ્યમાં જ્ઞાન નથી તે ભૂખ છે.
કે ઠારમાં ભરી મુકેલા ખજાનાને નાશ થાય છે; પણ મનમાં સંગ્રહલે ખજાને નાશ પામતે નથી. કઈ પણ વસ્તુના ખજાના લાંબા વખત સુધી ચાલતા નથી માટે જ્ઞાનને જ તારા ખજાના રૂપ જાણુ.
યુદ્ધ સ્ત્રોવની ઉષ્ય માવનામો. મૂખની સેવા કરવી નહિ પણ સુજ્ઞની સેવા કરવી. પૂજ્ય પુરૂષને ભાન આપવું. આ સર્વ સુખનાં ઉત્તમ સાધન છે.
- રમણીય ભૂમિમાં વાસ, પૂર્વ જન્મમાં કરેલાં સુકૃત્ય, અને શુભ ઇચ્છાઓથી પૂર્ણ આત્મા– આ સર્વ સુખનાં ઉત્તમ સાધને છે,