________________
• મહાત્મા બુદ્ધ.
: જે બીજા મનુષ્યો સન્માર્ગે ન ચાલતા હોય તે આપણે તેમને સદનથી સંતુષ્ટ કરવા. આ રીતે સન્માર્ગને લાભ બતાવીને, આપણે ધર્મની દરેક ઠેકાણે ઉંડી છાપ પાડી શકીએ અને તેને ચિરકાલ સ્થાયી બનાવી શકીએ.
सुहृद् अने मित्र. ખરાબ મનુષ્યો સાથેની મિત્રતા ટકતી નથી, અને નબળા હૃદયના મનુષ્યની સંપત્તિ માફક નાશ પામતી જાય છે. કેવળ સજ્જને જ મિત્રતાનાં નવાં કાર્ય કરીને તેઓના વડિલેની મિત્રતામાં વૃદ્ધિ કરે છે.
જે મિત્રો વિપત્તિ કાળમાં પણ પિતાના મિત્રો તરફ વફાદાર રહે છે તેમને જ હું ખરા સુદદ્ર તરીકે મારા હૃદયમાં ગણું છું. કારણ કે વૈભવવાળા મનુષ્યને, સંપત્તિ સમયે, કોણ મિત્ર નથી ?
માટે જે મનુષ્ય આ જગતમાં ધન પ્રાપ્ત કરીને પિતાના મિત્રો તથા ધર્મ ખાતર તેને વ્યય કરે છે, તેઓનું જ ધન ખરેખર સ્થાયી છે. અને
જ્યારે તે ધન નાશ પામે છે ત્યારે અંતે કોઈ પણ પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરતું નથી.
અ ષનું બુદ્ધ ચરિત, ટુંકમા હું તમને મિત્રનાં લક્ષણ નીચે પ્રમાણે જણાવીશાજ્યારે તમે ખોટું કરતા હે ત્યારે તે તમને ચેતવણી આપે. જ્યારે તમે શુભ કાર્ય કરતા હે ત્યારે ખંતથી મંડયા રહેવાને ઉપદેશ આપે.
જ્યારે તમે સંકટમાં અથવા ભયમાં છે ત્યારે તમને મદદ કરે, આવ્યાસન આપે અને દુઃખથી મુક્ત કરે. આવો મનુષ્ય ખરેખર ખરો અને અનુકરણ કરવા લાયક મિત્ર છે.
જે મનુષ્યને નિશ્ચળ અને પવિત્ર સુજ્ઞ મિત્ર મળી આવે તે તેણે પોતાના સ્વભાવને શુદ્ધ બનાવીને વિચારપૂર્વક અને હર્ષસહિત તેની મિત્રતા કરવી.
પિતાના જીવન માર્ગ પ્રમાણે વર્તતે જે કોઈ પણ સુજ્ઞ મિત્ર ન મળી આવે તે તેણે દ્રઢ રીતે એકાંત માર્ગ ગ્રહણ કરે-પણ મૂર્ખની મિત્રતા કરવી નહિ,