________________
નહિતે સાંભળેલા, વિચારેલા વિષય અથવા સગુણ અને સત્કાર્યને પણ આધીન થવું નહિ.
પોતે જે જોયું છે, સાંભળ્યું છે, વિચાયું છે તેને વિષે જેના મનમાં જરા પણ પક્ષપાતયુક્ત વિચાર નથી તેવા બ્રાહ્મણના વિચારને કેવી રીતે કોઈ પણ મનુષ્ય બદલી શકનાર છે?
. • પરમથ્થક સૂત્ત. બીજા પંથે ઉપર આક્ષેપ કરે નહિ, તેમજ નિષ્કારણ તે પની અપ્રતિષ્ઠા કરવી નહિ. પણ તેથી ઉલટું જે જે કારણોને લીધે માન આપવું ઘટતું હોય તે તે કારણે સારૂ બીજા પંથને માન આપવું; આ રીતે વર્તવાથી બને ધર્મને લાભ થાય છે. પોતાના ધર્મની ઉન્નતિ થાય છે. અને બીજા ધર્મને ફાયદો થાય છે. આથી જુદી રીતે વર્તવાથી–બીજાને હેરાન કરવાથી પિતાને જ પંથ નાશ પામે છે.
અશકને શિલાલેખ ૧૨. દુશગ્રહી વિચારે પ્રમાણે ચાલનાર, અને તેને મળેલા ઉપદેશમાં જ સત્ય રહેલું છે, પવિત્રતા તેમાં જ છે, એમ કથન કરનાર મનુષ્ય પવિત્રતાને માર્ગ બતાવી શકે નહિ.
પણ સંસાર બંધનથી છુટ થયેલ મુનિ વારંવાર ઉઠતા પ્રજોના ' વાદવિવાદમાં કોઈને પક્ષ લેતો નથી; તેને પ્રથમના વિકારોને ત્યાગ કરીને, નવા વિકારોને ગ્રહણ નહિ કરીને, સ્વેચ્છાનુસાર નહિ ભટકીને, સ્વમતાભિમાની નહિ હોવાથી, તત્વજ્ઞાન સંબંધી જુદા જુદા મતેની જાળમાંથી મુક્ત થાય છે. અને સુજ્ઞ હેવાથી તે જગતને વળગી રહેતું નથી, તેમજ આત્માને નિંદતે નથી.
મહાવિયહ સૂા. હે ભાઈઓ ! જેઓ આપણા મતના નથી તેઓ કદાપિ મારી, મારા ધર્મની, અથવા મારા સંધની નિંદા કરે તે પણ તમારે કોધ કરવાને કઈ પણ કારણ નથી.
- બ્રહાજાળ સત્ત. રહાઈસ ડેવીસ, અશોકના લેખના ભાષાંતર સાથે નીચે ફકર લખે છે –“બુદ્ધ ધર્મના આટલા લાંબા વખતના ઈતિહાસમાં, જે જે દેશોમાં ઘણું લાંબા કાળ સુધી બુદ્ધ સર્વોત્કૃષ્ટ સત્તા ભોગવતા હતા ત્યાં, બુધેએ પરધર્મનુયાયીઓને હેરાન કર્યા હોય એવો એક પણ લેખ મળી આવતું નથી.”